કોરોનાના કહેર વચ્ચે અમીરગઢ ગંજ બજારના શ્રીગણેશ કરાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-19 11:42:01
  • Views : 457
  • Modified Date : 2020-04-19 11:42:01

કોરોનાના કહેરના કારણે સમગ્ર દેશમાં લોકડાઉનની પરિÂસ્થતિ છે. પહેલા એકવીસ દિવસનું લોકડાઉન ત્યાર બાદ ઓગણીસ દિવસનું લોકડાઉન કરવામાં આવતા ખેડૂતોની હાલત કફોડી બનતા સરકાર દ્વારા યુદ્ધના ધોરણે
બનાસકાંઠામાં નિતી નિયમ મુજબ ત્રણ માર્કેટયાર્ડને ખોલવામાં આવ્યા હતા.
અમીરગઢ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સતત ૨૫ દિવસથી બંધ રહેતા ખેડૂતો પોતાનો માલ વેચી શકતા ન હતા. ત્યારે અમીરગઢ માર્કેટયાર્ડ ખુલતા ખેડૂતોએ હાશકારો અનુભવ્યો હતો. અમીરગઢ માર્કેટયાર્ડમાં ખેડૂતોએ ટેલીફોનીક નોંધણી કરાવવી પડે છે. નોંધણી બાદ ખેડૂતોનો નંબર આવે ત્યારે તેમને બોલાવવામાં આવે છે. ખેડૂત જ્યારે તેનો માલ લઈને આવે ત્યારે ગેટ ઉપર માલવાહક વાહનને તથા ખેડૂતને સેનીટાઈઝ  કરવામાં આવે છે. ત્યારબાદ માર્કેટમાં પ્રવેશ અપાય છે. બાદમાં વાહનને ખુલ્લી જગ્યામાં ઉભુ રાખી વહેપારીઓ દ્વારા સોશિયલ ડિસ્ટન્સ રાખી માલની હરાજી કરવામાં આવે છે. અમીરગઢ માર્કેટયાર્ડમાં સત્તાવીશ જેટલી પેઢીઓ ચાલુ કરવામાં આવી હતી. ૧૦ તી ૧૫ જેટલા ખેડૂતો પોતાના માલ લઈને માર્કેટ આવ્યા હતા. માર્કેટયાર્ડમાં સરકાર દ્વારા નિર્ધારીત કરાયેલા આર.બી.ચૌહાણ  ઓડીટર ગ્રેડ-વન સહકારી મંડળી પાલનપુરના દેખરેખ તેમજ માર્ગદર્શન હેઠલ માર્કેટ ચાલુ કરાયુ હતુ.

Download Our B K News Today App



Related News