ઢીમાના માંદેળા તળાવમાં ગાયોના મૃતદેહ તરતા શ્રદ્ધાળુઓમાં રોષ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-27 11:00:52
  • Views : 410
  • Modified Date : 2020-06-27 11:00:52

વાવ તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ઢીમામાં આવેલ શ્રી ધરણીધર ભગવાન મંદિરની સામે ઐતિહાસિક મહત્વ ધરાવતા પવિત્ર માંદેળા તળાવમાં ચાર દિવસથી ગાયનો મૃતદેહ રઝળી રહ્યો છે. તો વળી લોકડાઉન પહેલાં દર
પૂનમે ભરાતા લોકમેળામાં લાખો શ્રદ્ધાળુઓ પવિત્ર માંદેળા તળાવમાંથી ચરણામૃત લઈને
પીવે છે. ત્યારે સ્થાનિક
ગ્રામપંચાયતની લાપરવાહી સામે અનેક સવાલો ઉભા થયા છે. ગ્રામપંચાયત દ્વારા સત્વરે મૃતદેહનો નિકાલ કરવાની માંગ ઉઠી છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ ઢીમામાં આવેલ ઐતિહાસિક માંદેળા તળાવમાં ચારે બાજુથી ગંદકી અને ગટરનું પાણી છોડવામાં આવી રહ્યુ છે. ત્યારે અધૂરામાં પૂરું વળી ગાયનો મૃતદેહ ચાર દિવસથી પાણીમાં રઝળી રહ્યો છે. ત્યારે તળાવની ચારેબાજુથી સફાઈ કરવાની ગ્રામજનોની અને શ્રદ્ધાળુઓની માંગ ઉઠી છે. જતી ગ્રામપંચાયત દ્વારા તળાવમાં ગંદકી અને કચરો સફાઈ કરવામાં આવે. બાવળ ઉગતા પાણી પીવા માટે જતા  પશુઓ પણ ફસાઈ જાય છે ત્યારે સત્વરે સફાઈ કરવામાં આવે અને ગાયોના મૃતદેહને બહાર કાઢી નિકાલ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

Download Our B K News Today App



Related News