મીનાક્ષી મેમોરિયલ ટ્રસ્ટ દ્વારા ગાંધીનગરમાં શ્રમજીવી પરિવારોને ભોજન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-08 11:44:47
  • Views : 399
  • Modified Date : 2020-04-08 11:44:47

સમગ્ર દેશ આજે કોરોનાના ભયથી પોતાના ઘરોમાં જ કેદ થઈ આ મહામારીનો સામનો કરી રહ્યો છે. ત્યારે
પાટનગરના વિસ્તારમાં આવેલા સંગઠનો અને સંચાલકો દ્વારા નગરમાં વસતા શ્રમજીવી પરિવારોને સવાર સાંજનું ભોજન તૈયાર કરી  નિઃશુલ્ક  પુરું પાડવામાં આવી રહ્યુ છે.   આ માનવસેવાને વધુ વેગ મળે અને આયોજકોને મદદના હેતુથી મીનાક્ષી મેમોરિયલ ટ્રસ્ટના ચેરમેન તથા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી નિશિત વ્યાસ દ્વારા ગુરૂદ્વારા સેકટર - ૩૦, પંચદેવ યુવક મંડળ સે-૨૨, જીલ્લા
પંચાયતના પૂર્વ પ્રમુખ હીનાબેન પટેલ સેક્ટર - ૨૭, મેરૂસિંહ ચાવડા તથા તેમની ટીમ સેકટર - ૨૪ ડબલ ડેકર  તેમજ જય જલારામ સેવા કેન્દ્ર વાવોલ ખાતે આશરે ૫ થી ૬ ટન શાકભાજી, ખીચડી માટે ચોખા તેમજ દાળ  જેવા કરીયાણાનું વિતરણ કરવામાં આવ્યુ હતું.
આ સમગ્ર વિતરણ સેવામાં ગાંધીનગર મહાનગરપાલિકાના વિપક્ષ નેતા શૈલેન્દ્રસિંહ બિહોલા, સહકારી આગેવાન તથા જિલ્લા કોંગ્રેસના મહામંત્રી યુવરાજસિંહ રાણા, શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ  ઉપલ જોષી, શહેર મહામંત્રી રાકેશ જાની તથા સમર્પણ મુકબધિર શાળાના સંચાલક વૈભવ જાની  સાથે રહ્યા હતા.

Download Our B K News Today App



Related News