અંતે દિયોદર લોકડાઉનમાં ફસાયેલા યુપીના શ્રમિકો રવાના

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-14 11:47:50
  • Views : 809
  • Modified Date : 2020-05-14 11:47:50

કોરોના વાયરસ મહામારીમાં લોકડાઉનના કારણે છેલ્લા ૫૦ દિવસથી વધુ સમયથી દિયોદરમાં પરપ્રાંતીય શ્રમિકો રોજગાર વિના ફસાયેલા હતા. ત્યારે કેટલાય સમયથી વતન જવા માટે સરકારી કચેરીમાં આંટા ફેરા મારી રહ્યા હતા. ત્યારે દિયોદર મામલતદાર કચરીમાં ઉત્તરપ્રદેશમાં જવા ઇચ્છતા ૯૫ જેટલા શ્રમિકોનું મેડિકલ ચેકઅપ બાદ તમામને માનવતા ગ્રુપ દ્વારા ભોજન કરાવી અને મામલતદાર પી.આર.ઠાકોરે તમામ શ્રમિકોને બસમાં ચડતી વખતે મીનરલ પાણીની બોટલો અને નાસ્તાની કીટ આપી
પાલનપુર રવાના કરાયા હતા. ત્યારબાદ તેઓને રેલવે મારફત ઉત્તરપ્રદેશમાં તેઓના નજીકના વસવાટ પાસેના રેલ્વે સ્ટેશને ઉતારવામાં આવશે અને તમામ શ્રમિકોને ૬૭૫ રૂપિયા જેટલું રેલ્વે ભાડું સ્વખર્ચે ભોગવશે તેમ દિયોદર મામલતદાર
પી.આર.ઠાકોરે જણાવ્યું હતું અને બાકી રહેતા પ્રદેશોના શ્રમિકોને પણ સત્વરે સરકારની મંજૂરી બાદ વતન મોકલશે તેમ ઉમેર્યું હતું. આમ દિયોદરમાં રાજસ્થાન બાદ ઉત્તરપ્રદેશના ૯૫ જેટલા શ્રમિકો ઘરે જવા રવાના થયા હતા.

Download Our B K News Today App



Related News