જિલ્લા વહીવટ તંત્રના ગેરવહીવટથી ગાંધીનગર એસટી ડેપોથી વતન જઈ રહેલા શ્રમિકો રઝળ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-09 12:09:07
  • Views : 733
  • Modified Date : 2020-05-09 12:09:07

ગાંધીનગર એસટી ડેપોમાંથી પરપ્રાંતીય શ્રમિકોને ઉત્તર પ્રદેશમાં મોકલવા માટેના બીજા પ્રયાસમાં રજીસ્ટર્ડ થયેલાં સેંકડો વ્યક્તિ રઝળી પડયા હતા. આ ઉપરાંત ઓનલાઈન રજીસ્ટ્રેશન નહી કરી શકનાર અનેક શ્રમિકો પણ કલાકોની રઝળપાટ પછી બસ વિના રેલવે સ્ટેશન જવા માટે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ વિના ડાલામાં જવા મજબૂર બન્યા હતા.
ગાંધીનગરમાં આજે ફરી એકવાર પરપ્રાંતીય શ્રમિકોને સાબરમતી રેલવે સ્ટેશનેથી ટ્રેન મારફત ઉત્તર પ્રદેશ મોકલવામાં આવ્યાં હતાં. અંદાજે ૬૦૦ જેટલા શ્રમિકો માટે ૧૮ જેટલી એસટી બસની સુવિધા કરવામાં આવી હતી. પરંતુ જિલ્લા તંત્ર દ્વારા એક સેવાભાવી સંસ્થાને સોંપાયેલી કામગીરીમાં રજીસ્ટર્ડ વગરનાં ઓળખતા શ્રમિકોને બેસાડી દેવાતાં ભારે વિવાદ સર્જાયો હતો.
ગાંધીનગર એસટી ડેપો ખાતે સવારે આ વખતે ૧૦૦ કરતા પણ વધારે શ્રમિકો ઓનલાઈન બુકિંગ વિના રઝળી પડયા હતા. પરિવાર અને માલસામાન સાથે કલાકો સુધી રઝળપાટ કરતા આ શ્રમિકો કોઈ અધિકારી નહી હોવાથી પોલીસ અને પત્રકારને રજૂઆત કરતા હતા. કોરોનાનાં કહેરથી બચીને રોજીરોટી માટે વતનની વાટ પકડવા આ શ્રમિકો નાછૂટકે એક ખાનગી ડાલામાં રવાના થયા હતા. જેમાં માસ્ક પહેર્યા વિના સોશિયલ ડિસ્ટન્સના પણ લીરેલીરા ઉડયા હતા.
આ સંસ્થાની મેલી રમતના કારણે શ્રમિકોને વતન જવા માટે વધુ સમય રાહ જોવી
પડશે. જો કે, અંગે ગાંધીનગર પ્રાંત ઓફિસર જે.એમ. ભોરણીયાએ કહ્યુ કે, દરરોજ ૪૦૦ થી ૬૦૦ જેટલા લોકોને મોકલવામાં આવી રહ્યા છે. જે લોકોને મોકલવાના હોય છે, તેમને આગળના દિવસે ફોન કરવામાં આવે છે,
પરંતુ તેમની સાથે અન્ય લોકો પણ આવી જાય છે. જેના કારણે આ પ્રકારની સમસ્યા ઊભી થાય છે. વધુમાં તેમણે જણાવ્યું કે, ગાંધીનગર જિલ્લામાં ૧૨ હજાર જેટલા શ્રમિકોનું રજીસ્ટ્રેશન થયું હોવાથી આ લોકોને આજે મોકલવામાં આવશે.

Download Our B K News Today App



Related News