આજે શ્રાદ્ધપક્ષનો અંતિમ દિવસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-28 12:18:50
  • Views : 395
  • Modified Date : 2019-09-28 12:18:50

આપણી હિન્દુ સંસ્કૃતિમાં ભાદરવા માસની પૂનમથી અમાસ સુધીના ૧૬ દિવસને શ્રાધ્ધ પક્ષ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસો દરમિયાન પિતૃઓનુ સ્મરણ કરવામાં આવતું હોય છે. એવું કહેવાય છે કે આ દિવસોએ
પિતુઓનું સ્મરણ કરવુ પૂજન કરવું જેનાથી પિતૃઓના આશિષ મળી રહેતા હોય છે અને પિતૃઓની કૃપા મળતી હોય છે. સારા કુળની પ્રગતિ માટે દરેક લોકો શ્રાદ્ધપક્ષ
પિતૃઓને શ્રદ્ધા રાખી કરતા હોય છે.
સમગ્ર જિલ્લાભરમાં શ્રાદ્ધપક્ષમાં શ્રદ્ધાપૂર્વક
પિતૃઓની તિથી મુજબ  શ્રાદ્ધ કરાયું હતું. શ્રાદ્ધ પક્ષમાં કરાતું શ્રાદ્ધ પિતૃઓ પ્રત્યેની આપણી ભાવના જાગૃત કરે છે. એમના પ્રત્યેનો સુક્ષ્મ પ્રભાવ એજ આપણી શ્રદ્ધા છે. ત્યારે
શ્રાદ્ધપક્ષ દરમિયાન પિતૃઓનું તર્પણ કરીને મિષ્ટભોજન બનાવી તેમાંથી ગાય કુતરાનો ભાગ કાઢી કાગવાસ નાંખવામાં આવે છે અને ત્યારબાદ  
પરિવાર ભોજન કરે છે. આ ઉપરાંત અનેક લોકો નદીના તળાવના કિનારે જઈ વિવિધ વિધિ વિધાન પણ આ દિવસો દરમ્યાન કરવામાં આવતા હોય છે. આપણે ત્યાં સિદ્ધપુર માતૃ ગયા તીર્થ તરીકે વિશ્વફલક પર પ્રચલીત છે. તેથી શ્રાદ્ધ પક્ષમાં સિદ્ધપુર માતૃગયા તીર્થના હજારો લોકોએ શ્રાદ્ધ વિધિ કરવા સિધ્ધપુર ઉમટી પડયા હતા.
આમ તો શ્રાધ્ધ પક્ષના સોળ દિવસો દરમિયાન  તિથી મુજબ મરણ થયું હોય તેના દિવસે શ્રાધ્ધ થતાં હોય છે.  પણ જે લોકોને  યાદ ના હોય તે સર્વ લોકો અમાસનું શ્રાદ્ધ  કરતા હોય છે. અમાવાસનું શ્રાદ્ધ એ સર્વ પિતૃઓ માટેનું શ્રાદ્ધ ગણવામાં આવે છે. જેથી ઘણાં લોકો આ દિવસે અનેક પ્રકારે તેની ઉજવણી કરતા હોય છે. ડીસાના સામાજિક સેવક મનુભાઈ આસ્નાની પણ છેલ્લાં દિવસે સર્વ પિતૃઓના શ્રાદ્ધ માટે વર્ષોથી કાર્ય કરતા આવ્યા છે.
આ ઉપરાંત  ગાયત્રી
પરિવાર માલગઢ દ્વારા પણ સંસ્કાર  કેન્દ્ર ખાતે અમાવસના દિવસે સર્વ પિતૃઓ  માટે શ્રાદ્ધ તર્પણ વિધિ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં  આવે છે.


Download Our B K News Today App



Related News