આજથી નવલી નવરાત્રી... કોરોના કહેર વચ્ચે શ્રદ્ધાનું ઘોડાપુર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-17 11:56:04
  • Views : 344
  • Modified Date : 2020-10-17 11:56:04

ગુજરાતની આગવી ઓળખ અને ગુજરાતીઓનું ગૌરવ ગણાતી નવરાત્રીનો આજથી મંગલ પ્રારંભ થઈ રહ્યો છે. છેલ્લાં છ મહિના કરતાં વધારે સમયથી કોરોના એ ઘણું અમંગળ કર્યું હોવા છતાં શ્રદ્ધા અને ભક્તિનું ઘોડાપુર સહેજેય ઓછું થયું નથી. નવરાત્રિ માટે માતાજીના ગરબા તેમજ ચૂંદડી, હાર, પૂજાની વિવિધ વસ્તુઓની ખરીદી માટે ભારે ભીડ જોવા મળી હતી. સરકારે આરતી, પૂજા અને પ્રસાદ સહિત ગરબા માટે ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં મંજૂરી લેવા જેવી બાબત સામે ભાવિકો અને ખેલૈયાઓમાં રોષ પ્રવર્તી રહ્યો છે છતાં નવરાત્રીના સ્થાપનથી લઈ અનુષ્ઠાન અને પૂજા-અર્ચના માટે આજથી નવ દિવસ સુધી એક જ જયઘોષ ગૂંજશે. ઓ માડી ગરબે ઘૂમે, સજી સોળે શણગાર

Download Our B K News Today App



Related News