સર્વિસ રોડ પર સ્પીડ બ્રેકર લગાવવા લોક માંગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-30 12:04:22
  • Views : 382
  • Modified Date : 2019-06-30 12:04:22

ડીસા પાસેથી  પસાર થઇ રહેલ નેશનલ હાઈવે પર એલિવેટર બ્રીજનું કામકાજ શરૂ થઈ ગયું છે જેને પગલે મેઈન હાઇવેને બ્રીજનું કામકાજ ચાલુ હોવાના લીધે બ્લોક કરવામાં આવ્યો છે.  બાજુમાં આવેલ સર્વિસ રોડને નવું સમારકામ કરીને શરૂ કરવામાં આવ્યો છે. પરંતુ નવા સમારકામ થયેલા સર્વિસ રોડ પર એક પણ સ્પીડ બ્રેકર લગાવવામાં આવ્યો નથી. જેના કારણે વાહનો પૂરઝડપે પસાર થઈ રહ્યા છે જેનાથી અકસ્માત થવાની પુરી શક્યતા છે. ત્યારે રચના કન્સ્ટ્રક્શન દ્વારા તેમાં ઝડપીમાં ઝડપી સ્પીડ બ્રેકર લગાવવામાં આવે તો મોટી દુર્ઘટના થવાથી ટાળી શકાય તેમ છે. ખાસ કરીને રાત્રીના સમયે આ રોડ પરથી હેવી વાહનો પસાર થઈ રહ્યા છે જેના કારણે ગામમાંથી પસાર થતાં રાહદારીઓને અકસ્માત થવાનો ભય છે. અગાઉ પણ હેવી વાહનોના ગફલતભર્યા ડ્રાઈવિંગના કારણે અનેક અકસ્માતો સર્જાયા છે. જેમાં કેટલાંક માસુમ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે ફરી આવી ઘટના ન બંને અને માસુમ લોકોનો ભોગ ન લેવાય તે માટે તાત્કાલિક ધોરણે સ્પીડ બ્રેકર લગાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠી રહી છે.

Download Our B K News Today App



Related News