બનાસકાંઠામાં તંત્ર દ્વારા વિશેષ રસીકરણ ઝુંબેશ : ૫ લાખ બાળકોને ડિપ્થેરિયા અવરોધક રસી આપવાની શરુઆત કરાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-22 12:35:34
  • Views : 155
  • Modified Date : 2021-07-22 12:35:34

     બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોથી દર વર્ષે ડિપ્થેરિયાનો  રોગ માથુ ઉચકતા અવારનવાર  અનેક બાળકો ડિપ્થેરિયાના રોગનો ભોગ બની મોતને ભેટતા હોય છે.ત્યારે જીલ્લામાં  ૨૦૧૯મા ડિપ્થેરિયાના  ૩૭૭ કેસો સામે આવ્યાં હતાં.જો કે તેમાંથી  ૧૭ જેટલા બાળકોને તો પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.તો ૨૦૨૦મા પણ ૭૧ કેસ સામે આવ્યા હતા અને તેમાંથી પણ  ૧૦ બાળકોને પોતાના જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.જોકે ચાલુ વર્ષે પણ ડિપ્થેરિયાના  ૨૪ કેસ નોંધાયા હતા અને તેમાંથી  બાળકોના મોત નીપજી ચુક્યા છે ત્યારે હવે આગામી દિવસોમાં  ડિપ્થેરિયાની કારણે કોઈ બાળકનું મોત નીપજે તેને લઇ તંત્ર સજ્જ બન્યુ છે અને વિશેષ રસીકરણની ઝુંબેશ હેઠળ જિલ્લાના  લાખ બાળકોને રસી આપવાનો નિર્ધાર કર્યો છે.
     
    મહત્ત્વની
વાત છે કે બાળકોમાં રસીકરણ કરવું કોઈ નાની અમથી વાત નથી તેને લઈ  વહીવટી તંત્ર દ્વારા જિલ્લાના  આરોગ્ય અને શિક્ષણ વિભાગના  ૧૬૦૦૦ જેટલા કર્મચારીઓની ટીમો બનાવાઈ છે અને ટીમો ગામેગામ ફરી આંગણવાડી કેન્દ્રો,આરોગ્ય કેન્દ્રો શાળાઓ સહિતની વિવિધ જગ્યાએ પહોંચી  તમામ બાળકોને રસીકરણ કરવાની કામગીરી કરી રહ્યા છેમહત્ત્વની વાત છે કે તાજેતરમાં કોરોના મહામારી અને તેની વચ્ચે ડિપ્થેરિયા માથું ઊંચકે તો  જિલ્લાની સ્થિતિ કથળે  જેને લઇ એક તરફ વાલીઓમાં  ડિપ્થેરિયા નો ભય છે પરંતુ  રસીકરણ ઝુંબેશમાં પણ કેટલાક વાલીઓ  પોતાના બાળકોને રસી અપાવવા સંકોચાઇ રહ્યાં છે.પરંતુ આરોગ્ય અને શિક્ષણ વિભાગની ટીમો દ્વારા વાલીઓ તેમજ બાળકોને  સમજાવી રસી બાબતે માહિતી આપી રસીકરણ કરાઇ રહ્યુ છે.સૂત્રોના જણાવ્યાનુસાર દિવસે એક કેન્દ્ર પર  ૯૦ થી ૯૫ બાળકો રસી લેવા આવે છે.ત્યારે તંત્રના રસીકરણ ઝુંબેશમાં જિલ્લાવાસીઓ પણ જોડાય અને વહેલી તકે બાળકોને રસીકરણ કરાવે તે જરૃરી બન્યુ છે.

Download Our B K News Today App



Related News