સેક્ટર ૪ના ઓમકારેશ્વર મંદિરને સોમવારે વિશેષ શણગાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-25 13:09:59
  • Views : 275
  • Modified Date : 2021-08-25 13:09:59

     શ્રાવણના સોમવારે વિશેષ શણગાર સાથે સેક્ટર ૪ના ઓમકારેશ્વર મંદિરને સજ્જ કરવામાં આવે છે. સોમવાર અને શ્રાવણ મહિનો હોવાથી અહીં સવારથી ભક્તોની ભીડ જાેવા મળી હતી.  સેક્ટર ૪ એ, બી, સી, ડીમાં ફેલાયેલું છે. ત્યારે અહીં તમામ સેક્ટર ૪ના રહેવાસીઓ અહીં ભક્તિ માતે શિવની આરાધના માટે અચૂક આવતા હોય છે અને આ શિવ મંદિર ઓમકારેશ્વરના દર્શન કરવાનો લ્હાવો લેતા હોય છે.  ભગવાન ભોળા નાથ અનેકની માનતા પૂર્ણ કરે છે. તેવી અહીં આવતા દર્શનાર્થીઓનો વિશ્વાસ અને શ્રદ્ધા જાેડાયેલી છે. અવનવા શણગાર અને ભકતો દ્વારા સવાર સાંજ ભજન કીર્તનનું આયોજન કરેલું છે. અહીં મહિલા મંડળ દર રોજ સવાર સાંજે  ભજન ર્કિતન અને આરતી કરતા હોય છે સેક્ટર ૪માં આવેલું શિવ મંદિર ઓમકારેશ્વર ખરા અર્થમાં શિવ ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર છે.

Download Our B K News Today App



Related News