રાજયમાં આગામી ૨૫મી જુલાઈએ વેકિસનેશન કેમ્પ યોજાશે ઃ નીતિનભાઈ પટેલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-23 13:22:57
  • Views : 253
  • Modified Date : 2021-07-23 13:22:57

    કોરોના સામેની લડાઈમાં રક્ષિત થવા માટે વેક્સિન જ અમોધ શસ્ત્ર પુરવાર થઈ રહ્યુ છે, ત્યારે રાજય સરકાર દ્વારા વેક્સિનેશનને ખાસ પ્રાધાન્ય આપીને સમય બધ્ધ આયોજન કર્યુ છે. જેના પરિણામે રાજયભરમાં અત્યાર સુધીમાં ૩.૧ કરોડથી વધુ નાગરિકોને કોરોનાની રસી આપીને સુરક્ષિત કરી દેવાયા છે અને દરરોજ ત્રણ લાખથી વધુ નાગરિકોને રસી આપવામાં આવે છે. આગામી તા.૨૬ જુલાઈ, ૨૦૨૧ ને રવિવારના રોજ રાજયભરમાં વેપારીઓ-સેવાકિય સંસ્થાઓના કર્મચારીઓ માટે ખાસ વેક્સિનેશન કેમ્પનું આયોજન કરાયુ છે.

    સૌ વેપારીઓ-કર્મચારીઓને મહત્તમ લાભ લેવા માટે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અપીલ કરી હતી. રાજયમાં નાગરિકોના સહયોગથી સંક્રમણને રોકવામાં સફળતા મળી છે. ત્યારે આગામી સમયમા પણ નાગરિકો આવોને આવો સહયોગ આપીને સંયમ રાખે અને કોરોનાના યોગ્ય પ્રોટોકોલ સોશિયલ ડીસ્ટન્સીગ અને માસ્ક અવશ્ય પહેરશું તો ચોકકસ આપણે ગુજરાતને કોરોના મુકત બનાવી શકીશું. રાજયમા સંક્રમણનું પ્રમાણ ઘટી રહ્યું છે. ત્યારથી જ ધંધા રોજગાર પૂર્વવત થાય અને નાના લોકોને રોજગારી મળી રહે એ આશયથી રાજય સરકારે કોરોનાના પ્રોટોકોલના ચુસ્ત અમલ સાથે અનેક છૂટછાટો આપી છે એવા સંજાેગોમા વેપારીઓનો પણ સારો સહયોગ સાંપડ્યો છે. ત્યારે નાના વેપારીઓ પણ આ રસીકરણ કેમ્પનો મહત્તમ લાભ લઈ પોતે અને ગ્રાહકોને પણ સુરક્ષિત રાખે એ જરૂરી છે.

    રવિવારના રોજ ૧૮૦૦ સેન્ટરો ઉપર સ્પેશ્યલ વેક્સિનેશન કેમ્પનું આયોજન વેપારી-હોટલ-સેવાકીય ક્ષેત્રના કર્મચારીઓને ગૃહ વિભાગના જાહેરનામા અનુસાર  તા.૩૧.૦૭.૨૦૨૧ સુધીમાં વેક્સિન લેવાની જરૂરીયાતને ધ્યાને લઇને વેપારી વર્ગ અને સેવાકિય વર્ગના કર્મચારીઓને તા.૩૧.૦૭.૨૦૨૧ સુધીમાં રસીકરણ થઇ જાય તે માટે તા.૨૫.૦૭.૨૦૨૧, રવિવારના રોજ સ્પેશ્યલ વેક્સિનેશન કેમ્પનું ૧૮૦૦ સેન્ટરો ઉપર આયોજન કરાયું છે. જેનો વેપારીઓ-કર્મચારીઓને લાભ લેવા અપીલ છે.

    રાજ્યમાં હાલ ૧૫ લાખ ૧૮ હજાર ૨૫૦ વેક્સિનના ડોઝ ઉપલબ્ધરાજ્યમાં હાલ તા.૨૨.૦૭.૨૦૨૧ ના રોજ ૧૫ લાખ ૧૮ હજાર ૨૫૦ વેક્સિનના ડોઝ ઉપલબ્ધ છે. જ્યમાં અત્યાર સુધીમાં ૨ કરોડ ૩૧ લાખ ૫૨ હજાર વ્યક્તિઓને પ્રથમ ડોઝ અને ૭૦ લાખ ૨૨ હજાર ૫૭૧ વ્યક્તિઓને બીજાે ડોઝ આમ બંને મળી કુલ ૩ કરોડ ૧ લાખ ૭૪ હજાર ૭૮૯ ને વેક્સિનના ડોઝ આપી દેવાયા છે. ૧૮ થી ૪૫ વર્ષની વયના ૩ કરોડ ૦૯ લાખ ૬૩ હજાર ૫૮૯ નાગરિકોને ભારત સરકારના સહયોગથી વિનામૂલ્યે વેક્સિન આપવાની થાય છે. તે પૈકી ૯૮ લાખ ૫૯ હજાર ૪૩૨ વ્યક્તિઓને વેક્સિન અપાઇ ચુકી છે.

Download Our B K News Today App



Related News