લો બોલો, ઝડપ્યુ હતુ ડ્રગ્સ નીકળ્યો સફેદ પાવડર ! ઉચ્ચ કક્ષાના અધિકારીઓને વધુ તપાસના આદેશ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-24 16:03:42
  • Views : 103
  • Modified Date : 2023-07-24 16:03:42

રાજ્યમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ હોવા છતા પણ અવારનવાર નશીલા પદાર્થ ઝડપાતા હોય છે. થોડા દિવસ અગાઉ સુરેન્દ્રનગરમાં ડ્રગ્સ ઝડપાયું હતું. સુરેન્દ્રનગરમાં LCB અને SOGએ પકડેલા ડ્રગ્સના કેસનો ખુલાસો સામે આવ્યો છે.સુરેન્દ્રનગરમાંથી ઝડપાયેલા 176 ગ્રામ ડ્રગ્સ કેસમાં મળેલો ડ્રગ્સ નહીં પણ સફેદ પાવડર હોવાનો ખુલાસો સામે આવ્યો છે. આ કેસમાં મળેલી તમામ વસ્તુઓ FSLમાં મોકલાઈ હતી. જેમાં ફરિયાદી PSI ચંદ્રિકા એરવાડિયાને કોર્ટમાં હાજર થવા સમન્સ આપવામાં આવ્યુ હતુ. તો બીજી તરફ ઉચ્ચ કક્ષાના અધિકારીઓએ પણ વધુ તપાસના આદેશ આપ્યા હતા.તો બીજી તરફ આજે સુરતમાં ફરી એક વાર ચરસ મળી આવ્યો છે. સુરતના સુવાલી દરિયા કિનારે જેટી પર ચરસ મળી આવ્યુ છે. સુરતમાંથી રૂપિયા 4.50 કરોડનું 9 કિલો અફઘાની ચરસ મળ્યું છે. દરિયામાં માછીમારી કરવા જનાર લોકોની નજર બીનવારસી પોટલા પર પડી હતી. શંકાસ્પદ પોટલા પર અરબી ભાષમાં લખાણ લખાયેલુ હતુ. આ ચરસના પોટલાને પાકિસ્તાનથી ઘુસાડાયુ હોવાની આશંકા છે. આ સમગ્ર ઘટનાની પીસીબી અને એસઓજીએ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News