લો બોલો! મેટ્રો રેલ શરૂ થવાનાં દાવાઓ, પણ ક્યાંય પાર્કિંગની સુવિધા તો છે નહીં, AMC- મેટ્રો રેલની એકબીજાને ખો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-24 12:04:21
  • Views : 178
  • Modified Date : 2022-05-24 12:04:21

લો બોલો! મેટ્રો રેલ શરૂ થવાનાં દાવાઓ, પણ ક્યાંય પાર્કિંગની સુવિધા તો છે નહીં, AMC- મેટ્રો રેલની એકબીજાને ખો

 

અમદાવાદમાં મેટ્રો રેલની કામગીરી છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહી છે. ટૂંક સમયમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ બનીને તૈયાર થઇ જશે. ઓગષ્ટ 2022માં શરુ થશે તેવી ચર્ચા છે. ટ્રાયલ રન પણ ચાલી રહ્યો છે  પરંતુ ખાટલે મોડી ખોડ એ સામે આવી છે  ઉતાવળે કામગીરીના ચક્કરમાં પાર્કિંગની સુવિધા જ ભૂલાઇ ગઇ.  જી હા પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા મેટ્રો રેલ સ્ટેશનની પૂરજોશમાં કામગીરી ચાલી રહી છે પરંતુ મેટ્રોના એક પણ સ્ટેશન બહાર પાર્કિંગની સુવિધા જ નથી..

એક પણ મેટ્રો સ્ટેશનમાં પાર્કિંગની સુવિધા નહી

એક તરફ અમદાવાદા ટ્રાફિક પોલીસ શહેરમાં પાર્કિંગની સુવિધાનો ખાસ ખ્યાલ રાખી રહી છે. ઘણા વિસ્તારોમાં ખાસ પાર્કિંગ પોઇન્ટ શરુ કરવામાં આવ્યાછે તો બીજી તરફ કરોડોના ખર્ચે બનેલી મેટ્રો રેલની સુવિધામાં પાર્કિંગ જ બનાવાયુ નથી. આથી લોકોએ રિક્ષા કે ટ્રેનમાં બેસીને મેટ્રો સ્ટેશન પહોંચવુ પડશે.  એક સ્થળેથી બીજા સ્થળે ઝડપી પહોંચવા મેટ્રો રેલ શરુ કરવામાં આવી પરંતુ  નાગરિકોએ મેટ્રો રેલ સુધી પહોંચવામાં જ સમય લાગી જશે.  પરંતુ આ આખા પ્રોજેક્ટમાં ક્યાંક પાર્કિંગની વિચારણ કરવામાં આવી જ નથી.

 

પાર્કિંગના અભાવે 10,000 કરોડનો પ્રોજેક્ટ પાણીમાં ?

વાહન પાર્કિંગ માટે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એકબીજા પર નિર્ભર હોય એવું લાગી રહ્યું છે. જ્યારે આ મામલે મેટ્રો રેલના PRO સાથે વાત કરી તો તેઓએ જણાવ્યું કે પાર્કિંગની વ્યવસ્થા મેટ્રો રેલ કોર્પોરેશનમાં આવતી નથી. સ્ટેશન બહારની જવાબદારી લોકલ બોડીની હોય છે. તો આ અંગે જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને જ્યારે પૂછવામાં આવ્યુ તો હિતેશ બારોટે જણાવ્યું કે પાર્કિંગની જવાબદારી તો મેટ્રો રેલે કરવાની હોય. એએમસીએ મેટ્રો રૂટ પરના 80 રોડની માહિતી પોલીસને આપી છે. એટલે કે પાર્કિંગ મામલે મેટ્રો રેલ અને એએમસી એકબીજાને ખો આપી રહ્યા છે.

 

Download Our B K News Today App



Related News