અમરેલી જિલ્લાના એસપીએ લેવડાવ્યા શપથ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-28 08:31:32
  • Views : 66
  • Modified Date : 2023-12-28 08:31:32

ગુજરાતમાં NDPS એક્ટ ગુના હેઠળ થતી ગુનાખોરી રોકવા માટે પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે અમરેલી જિલ્લાના પોલીસ વડા હિમકર સિંહએ ગુનાઓ આચરતા લોકો સાથે સીધો સંવાદ કરી માહિતગાર કર્યા છે.અમરેલી જિલ્લાને નશા મુક્ત બનાવવા માટે સમાજમાં ફેલાતું દુષણ દૂર કરવા માટે આ પ્રયાસ હાથ ધર્યો હતો.નશાકારક પદાર્થોનો ફરી ધંધો ન કરે તે માટે IPS હિમકર સિંહ દ્વારા ગુનાઓ આચરી ચૂકેલા લોકોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. અને નશાનો ધંધો નહિ કરવા માટેના કેટલાક શપથ લેવડાવવામાં આવ્યા હતા. તેમજ આરોપીઓ પાસે શપથ પણ લેવડાવ્યા હતા. જેમાં અગાઉ ગુનાઓમાં પકડાયેલા આરોપીઓની સર્વલેન્સ અંગે મેન્ટોરની નિમણૂક કરી આરોપીઓની માહિતી એકત્રિત કરવા અને નારકોટિકસ પદાર્થના દૂર ઉપયોગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.સ્પેશ્યલ ઓપરેશન બ્રાન્ચ પી.આઈ.આર.ડી.ચૌધરીની ટીમ દ્વારા એનડીપીએસ એક્ટ હેઠળની ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા કુલ 71 આરોપીઓને ડોઝિયર્સ ભરવામાં આવ્યા ઉપરાંત જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.અમરેલી એસપી અને સ્પેશ્યલ ઓપરેશન બ્રાન્ચ પી.આઈ.દ્વારા નશા મુક્ત કરવા માટે શપથ લેવડાવ્યા છે. તેમજ તમામ વ્યક્તિઓને નશાની પ્રવૃતિઓ ન કરવા અંગે માહિતી આપી છે.અને દરેક જિલ્લાના અલગ અલગ તાલુકા મથક માંથી આવતા 71 લોકો જે એનડીપીએસ એક્ટના ગુનાઓ આચરી ચુક્યા છે. તેમની સાથે સીધી વાત કરી એસપી દ્વારા કેટલીક મહત્વની માહિતી આપવામાં આવી હતી. અમરેલી જિલ્લાના 71 થી વધારે લોકોને એસપીએ નશાકારક પદાર્થથી દૂર રહેવા માટે જણાવ્યુ છે. ” હું પ્રતિજ્ઞા લઉ છું કે મારા મુલ્યાવાન જીવનને બચાવવા તેમજ મારા આરોગ્ય અને સ્વાસ્થ્યની સુરક્ષા માટે તેમજ મારા રોજિંદા કાર્ય અને વ્યહારમાં પ્રગતિ માટે સુંદર ભવિષ્ય માટે વ્યસન એક અવરોધરૂપ પરિબળ છે.આજે પરમતત્વ એવા ઈશ્વરને સાક્ષી રાખીને હું પ્રતિજ્ઞા લઉછું કે હું ક્યારેય મારા જીવનમાં વ્યસન નહિ કરું અને મારા મિત્રો અને સ્નેહીજનો પણ વ્યસનથી દૂર રાખીશ અને તેમના જીવનમાં વ્યસનને મુક્તિ આપે તે માટે સદા પ્રયત્નશીલ રહીશ અમરેલી જિલ્લા પોલીસની નશામુક્ત અમરેલી અને નશામુક્ત ભારત પહેલમાં મારુ યોગદાન આપીશ” આ પ્રકારના શપથ લેવડાવવામાં આવ્યા હતા.

Download Our B K News Today App



Related News