બનાસકાંઠા જિલ્લાના દરેક તાલુકામાં એસ.પી.ની મુલાકાત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-04 11:36:30
  • Views : 735
  • Modified Date : 2020-04-04 11:36:30

બનાસકાંઠા જિલ્લામાં લોકડાઉનનો કડક અમલ થાય તે માટે પોલીસ ખડેપગે છે. જિલ્લામાં કુલ ૯૪ ટકા પોલીસ અત્યારે માર્ગો પર તૈનાત છે. સીસીટીવી અને ડ્રોન સર્વેલન્સથી લોકડાઉનની કડક અમલવારી થઈ રહી છે.
વડાપ્રધાન મોદીએ દેશમાં કોરોનાનું સંક્રમણ વધુ ન વકરે તે માટે ૨૧ દિવસ લોકડાઉન કર્યુ છે. લોકડાઉનના નવ દિવસ બાદ પણ જિલ્લામાં  લોકડાઉનનો કડક અમલ થાય તે માટે પોલીસ એલર્ટ છે. બનાસકાંઠા જિલ્લામાં જિલ્લા
પોલીસ અધિક્ષકની બાજ નજર હેઠળ ૭૨૦ પોઇન્ટ પર તમામ પોલીસ કર્મીઓ રાઉન્ડ ધ ક્લોક લોકડાઉનમાં ફરજ બજાવી રહ્યા છે. જિલ્લામાં અત્યાર સુધી જાહેરનામા ભંગ બદલ ૨૮૮ ગુના દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે ૯૩૮ વાહનો ડિટેઈન કરવામાં આવ્યા છે. ડ્રોન અને સીસીટીવીની મદદથી અત્યાર સુધી ૧૦ ગુના દાખલ કરવામાં આવ્યા છે. પદયાત્રા કરી વતન જતા લોકોને અટકાવી તેમને સરકાર દ્વારા બનાવવામાં આવેલા ક્વોરોન્ટાઈન હાઉસમાં રાખવામાં આવ્યા છે. પોલીસ સતત તમામ વાહનો તેમજ ઘરમાંથી લોકો ઓછા બહાર નીકળે તે માટે પોલીસ કાર્યવાહી કરી રહી છે.

Download Our B K News Today App



Related News