સોયલા ગ્રામ પંચાયત દ્વારા વીમા યોજના તેમજ ઈ-શ્રમ કાર્ડ માટે કેમ્પ નું આયોજન કરાયું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-01-10 11:20:22
  • Views : 222
  • Modified Date : 2022-01-10 11:20:22

ડીસા તાલુકાના સોયલા ગ્રામ પંચાયત ના નવ નિયુક્ત સરપંચ નારણભાઈ જોષી તેમજ ડેપ્યુટી સરપંચ અને પંચાયત કમિટી દ્વારા બેંક ઓફ બરોડા ભીલડી શાખા ના બેંક મિત્ર વિપુલભાઈ ઠક્કર તેમજ પ્રવિનભાઈ જોષી csc કેન્દ્ર ભીલડી ના સહયોગ થી વીમા યોજના તેમજ ઈ શ્રમ કાર્ડ માટે સોયલા ખાતે કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું. હાલમાં ગુજરાત સરકાર દ્વારા દરેક જરૂરિયાત મંદ લોકોને સમયસર વિવિધ કામો મળી રહે તેવા હેતુથી ગુજરાતી વિવિધ યોજનાઓ અંતર્ગત સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે જે અંતર્ગત હાલમાં સરકાર દ્વારા ઇ શ્રમ કાર્ડ બનાવી જરૂરિયાત મંદ લોકો ને યોજનાનો લાભ આપવામાં આવી રહી છે જે અંતર્ગત ડીસા તાલુકામાં હાલમાં અનેક તાલુકાઓમાં સ્થાનિક લોકો દ્વારા કેમ્પ યોજી તેમને કાર્ડ આપવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત આજે ડીસા તાલુકાના સોયલા ગામે પણ ઈ શ્રમ કાર્ડના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં પ્રધાન મંત્રી જીવન જ્યોતિ વીમા યોજના લાભ, પ્રધાન મંત્રી સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના, ઈ શ્રમ કાર્ડ નું કેમ્પ નું આયોજન કરાયું હતુ જેમાં પ્રધાન મંત્રી સુરક્ષા વીમા યોજના વીમા નો લાભ લેશે તેના ૧૨ રૂપિયા સોયલા ગ્રામ પંચાયત દ્વારા ભરવામાં આવશે તેવું સોયલા ગ્રામ પંચાયત દ્વારા જણાવ્યું હતું તેનો લાભ સોયલા ગામ લોકો એ લાભ લીધો હતો.

Download Our B K News Today App



Related News