દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વઘઈ અને ચીખલીમાં અઢી ઈંચ વરસાદ ખાબક્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-23 15:49:56
  • Views : 414
  • Modified Date : 2019-10-23 15:49:56

હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લાના વઘઈ અને નવસારી જિલ્લાના ચીખલીમાં અઢી ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. દિવાળી ટાળે વરસાદના પગલે લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.ચીખલી-વઘઈમાં ધોધમાર વરસાદ પડ્યો નવસારી જલાલપોર વિસ્તારમાં દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ સર્જાયા બાદ મોડી સાંજે વરસાદી છાંટણા થયા હતા. જોકે, જિલ્લાના ગણદેવી, ચીખલી, ખેરગામ અને વાંસદા તાલુકામાં બપોરે 2થી સાંજે 6 વાગ્યા દરમિયાન સામી દિવાળીએ નોંધનીય, સારો વરસાદ ઝીંકાયો હતો. ચીખલી તાલુકામાં વાતાવરણમાં પલટો આવી ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ખેડૂતોએ સારો પાક થવાની આશાએ ડાંગર ની ખેતી કરી હતી ત્યારે ડાંગરનો પાક તૈયાર પણ થઈ ગયો હતો. જેનાથી ચાલુ વર્ષે સારા નફાની ખેડૂતોને આશા જાગી હતી પરંતુ અઢી ઈંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. જેનાથી ખેડૂતોના ઉભા પાકને મોટું નુકસાન થયું છે. જ્યારે બીલીમોરામાં પડેલા વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો થતા ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. ડાંગ જિલ્લાના વઘઈમાં પણ અઢી ઈંચ જેટલો વરસાદના પગલે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.દિવાળીની ખરીદી માટે નીકળેલા લોકો વરસાદમાં અટવાયા દિવાળી ટાણે દિવાળીની ખરીદી માટે નીકળેલા લોકો વરસાદને કારણે કલાકો સુધી દુકાનોમાં જ રોકાવા મજબૂર બન્યા હતા. દિવાળીના ફટાકડા અને દિવાળીનો રંગોળી અને સજાવટનો સામાન વેચવા માટે જાહેર માર્ગ પર બેસેલા લારી અને પાથરણાવાળા શ્રમજીવીઓ પણ માલ બચાવવા માટે અટવાતા જોવાયા હતા. વરસાદથી ધરતીપુત્રોમાં નિરાશા મોસમે અચાનક કરવટ બદલતા પલટો આવ્યા બાદ વરસાદ વરસ્યો હતો. બીજી બાજુ હાલ કાપણીની સિઝન હોઇ ડાંગર હજી ખેતરમાં જ હોવાથી એ ભીનું થતા પાકને બચાવવા ખેડૂતોએ દોડ મૂકી હતી. ખેતરમાં કાપેલા ડાંગરનો પાક ઝરમર વરસાદમાં ભીંજાય જતા ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. કેટલાક ખેડૂતો કાપેલા ડાંગરને બચાવવા મથામણ કરી હતી.દક્ષિણ ગુજરાતના 25 તાલુકામાં વરસાદ પડ્યો.દક્ષિણ ગુજરાતના વાતવરણમાં પલટા સાથે વરસેલા વરસાદના પગલે જનજીવન પણ અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ચીખલી અને વઘઈમાં અઢી ઈંચ પડ્યો હતો. જ્યારે દક્ષિણ ગુજરાતના 25 તાલુકામાં 1 મિમિથી લઈને અઢી ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો.24 કલાકના વરસાદના આંકડા(મિમિ)નવસારી જિલ્લામાં વરસાદ

જલાલપોર1
ગણદેવી1
ચીખલી58
વાંસદા25
ખેરગામ12

ડાંગ જિલ્લામાં વરસાદ

આહવા3
સુબિર33
વઘઈ62
સાપુતારા1

તાપી જિલ્લામાં વરસાદ

નીઝર12
સોનગઢ7
ઉચ્છલ8
વાલોડ18
વ્યારા15
ડોલવણ33
કુકરમુંડા2

સુરત જિલ્લામાં વરસાદ

કામરેજ10
મહુવા3
માંડવી21
માંગરોળ4
ઓલપાડ2
સુરત સિટી9
ઉમરપાડા10

વલસાડ જિલ્લામાં વરસાદ

કપરાડા2
વાપી1

Download Our B K News Today App



Related News