દક્ષિણ ગુજરાતમાં ધોધમાર, ઉમરપાડામાં 3.7 ઈંચ વરસાદ ખાબકતા પાણી-પાણી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-27 12:43:56
  • Views : 380
  • Modified Date : 2019-09-27 12:43:56

હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ઉમરપાડામાં 3.7 ઈંચ વરસાદ ખાબક્યો છે. જેના પગલે ઠેર-ઠેર પાણી પાણી થઈ ગયું છે. 3.7 ઈંચ વરસાદ ખાબકતા ઉમરપાડાની બજારોમાં પાણી ફરી વળ્યા હતા. જ્યાં બીજી તરફ દક્ષિણ ગુજરાતના તમામ તાલુકામાં સાર્વિત્રક વરસાદ નોંધાયો છે.નવરાત્રીના આયોજનોમાં વરસાદ વિઘ્ન બને તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે, બીજી તરફ 29મી સપ્ટેમ્બરથી નવરાત્રીનો પર્વ શરૂ થવા જઇ રહ્યો છે ત્યારે ઓપન પ્લોટોમાં થનારા આયોજનોમાં વરસાદ વિઘ્ન બને તેવી શક્યતા છે. દરમિયાન છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ સુરત જિલ્લાના ઉમરપાડામાં 3.7 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે મહુવામાં 3.2 ઈંચ, વાલોડમાં 3.3 ઈંચ વરસાદ ખાબક્યો છે.ગરનાળું પાણીના પ્રવાહમાં ગરક થઈ ગયું. કાળા વાદળો વચ્ચે વીજળીના કડાકા ભડકા સાથે ભારે વરસાદ વરસતા તરત નદી, નાળા, કોતરો છલકાય ગયા હતાં. ઉંમરપાડા બજાર નજીક આવેલ મુખ્ય પ્રવેશ દ્વારનું ગરનાળું પાણીના પ્રવાહમાં ગરક થઈ ગયું હતું. જેથી થોડા સમય પુરતો વાહન વ્યવહાર બંધ કરવો પડ્યો હતો. તાલુકા મથક ઉંમરપાડાના આસપાસના 10થી 15 કિમી વિસ્તારોમાં 3.7 ઈંચ વરસાદ ખાબકતાં જનજીવનને અસર થઈ હતી.મહુવા 2.5 ઇંચથી વધુ વરસાદ મહુવા તાલુકામા છેલ્લા બે દિવસથી ઝરમર ઝરમર વરસી રહેલા વરસાદે રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. 2.5 ઇંચથી વધુ વરસાદને લઈ તાલુકામાં ઠેરઠેર પાણી પાણી થઈ ગયું હતું. ભારે વરસાદને લઈ ઘણા ગામોમાં વીજળી ડુલ થઈ ગઈ હતી. તાલુકાના ગામોને જોડતા આંતરિક માર્ગો તેમજ સ્ટેટ હાઈવે પર પાણી ભરાઈ ગયા હતા. જેના પરિણામે વાહન ચાલકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.પવન સાથે વરસાદ હોવાથી વાહન હંકારવુ અત્યંત મુશ્કેલ બની ગયું હતું, સામે કંઈ જ ન દેખાતા ઘણા નાના વાહન ચાલકોએ વાહન થંભાવી દેવાની નોબત આવી હતી.દક્ષિણ ગુજરાતના વરસાદના આંકડા (એમએમ) સુરત જિલ્લામાં વરસાદ

બારડોલી12
કામરેજ26
મહુવા81
માંડવી66
માંગરોળ48
ઓલપાડ3
પલસાણા8
ઉમરપાડા94
તાપી જિલ્લામાં વરસાદ
નીઝર13
સોનગઢ2
ઉચ્છલ11
વાલોડ83
વ્યારા2
ડોલવણ2
કુકરમુંડા16
ડાંગ જિલ્લામાં વરસાદ
આહવા44
સુબીર24
વઘઈ42
સાપુતારા25
નવસારી જિલ્લામાં વરસાદ
ચીખલી3
ગણદેવી9
જલાલપોર2
ખેરગામ5
નવસારી4
વાંસદા35
વલસાડ જિલ્લામાં વરસાદ
ધરમપુર19
કપરાડા29
પારડી17
ઉમરગામ10
વલસાડ9
વાપી33

Download Our B K News Today App



Related News