દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ યથાવતરીતે જારી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-29 12:27:02
  • Views : 412
  • Modified Date : 2019-07-29 12:27:02

દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના જુદા જુદા ભાગમાં મધ્યમથીભારે વરસાદ યથાવતરીતે જારી રહ્યો છે. દક્ષિણ ગુજરાત ડાંગ, નર્મદા, વલસાડ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ અકબંધ રહ્યો હતો. ભારે વરસાદના કારણે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. બીજી બાજુ સામાન્ય લોકોમાં વરસાદને લઇને ખુશીનું મોજુ ફરી વળ્યું હતું. છેલ્લા ૨૪ કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારો, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો અને ઉત્તર
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડ્યા છે. જા કે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ ભાગોમાં ભારે વરસાદ પણ થયો છે. ખેડામાં સાર્વત્રિક વરસાદના કારણે ચારેબાજુ પાણી ભરાયા હતા. આવી જ રીતે નડિયાદ શહેર અને ગ્રામ્ય, પાટણ, આણંદ, છોટાઉદેપુરના બોડેલીમાં પણ મધ્યમથી ભારે વરસાદી ઝાપટા પડ્યા છે. વરસાદી માહોલ છેલ્લા કેટલાક દિવસથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અકબંધ રહ્યો છે. રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની  આગાહીના પગલે સરકાર અને વહીવટી તંત્ર દ્વારા એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે. ખાસ કરીને રાજયના તમામ જિલ્લાઓમાં અધિકારીઓને હેડક્વાર્ટર નહી છોડવા આદેશ આપવામાં આવ્યા છે. રાજ્યોના કલેકટરોએ પરિપત્ર જાહેર કરીને તમામ અધિકારીઓ અને કર્મચારીઓની રજા કેન્સલ કરી દીધી છે. રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર દ્વારા ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારોમાં એનડીઆરએફની ૨૭થી વધુ જુદી જુદી ટીમો તૈનાત કરી દેવાઇ છે. આ સિવાય રાહત અને બચાવની તમામ આગોતરી તૈયારીઓ અને વ્યવસ્થા પણ તૈયાર રખાઇ છે. ખાસ કરીને, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને મહેસાણાના કેટલાક વિસ્તારોમાં આગામી ૪૮ કલાકમાં ભારે પવન સાથે ભારે વરસાદ પડી શકે તેવી શક્યતા છે. જેના કારણે જિલ્લામાં એનડીઆરએફની ટીમ તૈનાત કરાઈ છે. ૨૭ સભ્યોની એનડીઆરએફની ટીમ બચાવ સાધન સામગ્રી સાથે સજ્જ બની છે. ભારે વરસાદની આગાહીને પગલે બચાવ કામગીરી ઝડપી થઈ શકે તે માટે એનડીઆરએફની ટીમ હાલ બનાસકાંઠા સ્ટેન્ડ બાય રખાઈ છે. દરમ્યાન હવામાન વિભાગના ડાયરેક્ટર જયંત સરકારે જણાવ્યું હતું કે, ગુજરાતમાં ત્રણ દિવસ ભારેથી અતિ ભારે વરસાદ પડશે. સૌરાષ્ટ્ર-કચ્છમાં ૨૪ કલાક બાદ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે. ગુજરાતને અસર કરે તે પ્રકારની સર્જાયેલી બે સિસ્ટમને કારણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, મહિસાગર ઉપરાંત અમદાવાદ, ગાંધીનગરમાં પણ ખુબ જ સારો વરસાદ થશે. જ્યારે તા.૩૦ જૂલાઈની આસપાસ વરસાદી સિસ્ટમ કચ્છ તરફ આગળ વધતા મોરબી, જામનગરમાં વરસાદની સંભાવના છે. જેથી કુલ મળીને આગામી પાંચ દિવસમાં વરસાદની સંભાવના છે. ઉત્તરગુજરાત, સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતમાં એનડીઆરએફની ત્રણ-ત્રણ ટીમ તૈનાત રાખવામાં આવી છે. દાહોદ ખાતે પણ એનડીઆરએફની ૧ ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. વલસાડ, નવસારી અને સુરતમાં પણ એનડીઆરએફની ૧-૧ ટીમ તૈનાત કરી દેવાઇ છે. આ સિવાય રાજકોટ, ગીર સોમનાથ અને કચ્છમાં એનડીઆરએફની ૧-૧ ટીમ જ્યારે ઉ. ગુજરાતના પાટણ, બનાસકાંઠા અને અરવલ્લીમાં એનડીઆરએફની ૧-૧ ટીમ તૈનાત કરવામાં આવી છે. રાજ્યમાં ભારે વરસાદના કારણે બનાસકાંઠા, અરવલ્લી, પાટણ, રાજકોટમાં કર્મચારીઓની રજા રદ કરવામાં આવી છે. અધિકારીઓ-કર્મચારીઓને તા.૨૯ જુલાઈ સુધી હેડક્વાર્ટર નહી છોડવા આદેશ જારી કરાયા છે. હવામાન વિભાગના મતે રાજ્યમાં ભારે લો પ્રેશર અને સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે હવાનું સર્ક્યુલેશન સર્જાયું છે, જેના કારણે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ આગામી ત્રણ દિવસ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરાઇ હોઇ સરકાર અને તંત્ર હાલ તો હાઇએલર્ટ પર છે અને રાહત અને બચાવ ટીમો પણ સ્ટેન્ડ ટુ રખાઇ છે.


Download Our B K News Today App



Related News