ધાનેરાનું સોતવાડા ગામ પાંચમી વખત વિમા ગ્રામ બન્યુ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-30 13:29:50
  • Views : 457
  • Modified Date : 2019-12-30 13:29:50

ધાનેરા તાલુકાના સોતવાડા ગામના એલ.આઇ.સીના વીમા એજન્ટો તેમજ ગ્રાહકો દ્વારા તમામ વીમા પોલિસીના પ્રિમીયમ સમયસર ભરાઇ જતા એલ.આઇ.સી દ્વારા તાલુકા મથકે વીમા ગ્રામ તરીકેની પસંદગીમાં સતત પાંચમી વખત વીમા ગ્રામ બનતા આ વર્ષે પણ એલ.આઇ.સી દ્વારા ગામના વિકાસ માટે એક લાખ રૂપિયાનો ચેક સરપંચને અર્પણ કરવામાં આવ્યો હતો અને નથાભાઇ પટેલે જણાવેલ કે આજે લોકો જાગૃત બન્યા છે અને વીમાની સાથે સાથે બચત કરતા થયા છે અને સતત પાંચમી વખત આ ગામ પ્રથમ નંબરે આવીને ચેક મેળવેલ છે તે આનંદની વાત છે. આ પ્રસંગે ધાનેરા ધારાસભ્ય નથાભાઇ પટેલ, એલ.આઇ. સી. ના ગાંધીનગરના અધિકારી કે.આર. બાલા સુબ્રમણીયમ, બ્રાન્ચ મેનેજર એમ.એલ. બંજારા, સરપંચ જોઇતાભાઇપટેલ, તલાટી માધાભાઇ પટેલ તેમજ સોતવાડાના એજનન્ટ જયંતિભાઇ ચૌધરી,  પ્રકાશભાઇ પ્રજાપતિ. તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ અન્ય વીમા એજન્સીના અધિકારીઓ હાજર રહ્યા હતા.


Download Our B K News Today App



Related News