બુંદ બુંદ પાણી વગર તરસતા ડીસાની આકાશવિલા સોસાયટીના રહીશો પાલિકામાં પહોંચ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-04 11:39:52
  • Views : 415
  • Modified Date : 2020-07-04 11:39:52

ડીસા નગરપાલિકાના વહીવટ સામે એકવાર ફરી સવાલો ઊભા થયા છે. ત્યારે શુક્રવારે ડીસા શહેરમાં હાઇવે વિસ્તારમાં આવેલી વિવિધ સોસાયટીના રહીશો પાણીની સમસ્યાની રજૂઆતને લઈ ઉગ્ર બનીને પાલિકા કચેરીએ પહોંચી ગયા હતા અને પાલિકા વિરૂધ્ધ ઉગ્ર નારાબાજી કરી હતી.
ડીસા શહેરમાં હાઇવે વિસ્તારમાં આવેલી
આકાશવિલા, અમૃતસાગર અને અવતારવિલા તેમજ
આજુબાજુની સોસાયટીના રહીશો પાણીના મુદ્દે નગર
પાલિકામાં રજૂઆત કરવા
પહોંચ્યા હતા. આ રહીશોના
પાલિકા વિરૂધ્ધમાં આક્ષેપ છે કે પાલિકા દ્વારા તેમના વિસ્તારોની ઘોર ઉપેક્ષા કરવામાં આવી રહી છે. અત્યારે કાળઝાળ ગરમી પડી રહી છે અને આ વિસ્તારના રહીશો પાણીની બુંદ બુંદ માટે તરસી રહ્યા છે. આ વિકટ સમસ્યાને સ્થાનિક રહીશો દ્વારા અનેકવાર પાલિકા સમક્ષ રજૂઆત કરવામાં આવી હોવા છતાં તેમની આ સમસ્યાનો કોઈ જ ઉકેલ આવ્યો નથી. અગાઉ આ વિસ્તારના પાલિકા સદસ્ય અને પાલિકાના પાણી પુરવઠાના ચેરમેનને રજૂઆત કરતા તેમણે સ્થાનિકોને હૈયાધારણ આપીને તેમના વિસ્તારમાં બોર બનાવી
આપવાની ખાતરી આપી હતી. પરંતુ ત્યારબાદ ડીસા નગર
પાલિકાના પ્રમુખે આ બાબતે કોઈ જ મંજૂરી ના આપતા આ વિસ્તારના લોકોને અત્યારે
પાણીની વિકટ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. જેને પગલે ઉશ્કેરાયેલા લોકો ડીસા નગરપાલિકા કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરવા પહોંચી ગયા હતા. અત્રે નોંધનીય છે કે આ વિસ્તારમાં ૩૦૦૦ થી ૪૦૦૦ ની વસ્તીનો વસવાટ છે.

Download Our B K News Today App



Related News