ધાનેરાની મહાવીર સોસાયટી છેતરાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-07 11:28:11
  • Views : 765
  • Modified Date : 2019-09-07 11:28:11

મહાવીર નામ બોલતા જ ભગવાન મહાવીર યાદ આવી જાય છે. જેમના નામ પાછળ શાંતિ અને સલામતીનો અહેસાસ થાય છે. પણ ધાનેરામાં આવેલ મહાવીર સોસાયટીમાં તો કંઈક અલગ જ બન્યું. વર્ષો પહેલાં આ જ જમીનમાં સોસાયટી બની પણ બિનખેતી કર્યા સિવાય પ્લોટનું વેચાણ કરવામાં આવ્યું અને ટાઇટલ ક્લિયર કરી આપવાનો વાયદો કરવામાં આવ્યો. પણ વર્ષોના વાહણા વીતી જવા છતાં પણ મૂળ માલિકે એન.એ. ન કરાવી આપતા ખરીદનારની હાલત કફોડી બની જવા પામી છે.
હાલ પણ આ સોસાયટીની જમીન બિનખેતી હોવાના કારણે સોસાયટીના રહીશોને તકલીફ પડી રહી છે. સિટીસર્વે પણ મકાન નોંધતા નથી. કેમ કે જમીન ખેતીલાયક બોલી રહી છે. સોસાયટીમાં જમીન લેનારાઓએ નગરપાલિકા અને અદાલત સુધી પણ દરવાજા ખખડાવ્યા, પોલીસ ફરિયાદ  
પણ નોંધાઇ ચૂકયા છે. પણ મૂળ માલિક વાયદાથી ફરી જતા હાલ તો આ સોસાયટીના મકાન ધારકોની દયનીય બની ગઈ છે. એન.એ. જો જાતે કરાવવા જાય છે તો મોટા ખર્ચા ગરીબ
પરિવારો માથે ઉપાડી શકે એમ નથી અને માલિક એન.એ. કરાવી આપવા તૈયાર નથી. ત્યારે જાયે તો કહા જાયે એવી હાલત બની જવા પામી છે.
આખરે તામમા દરવાજા બંધ થતાં મહાવીર સોસાયટીના રહીશોએ ચોથી જાગીરી ગણાતા એવા મીડિયા આગળ રજૂઆત કરીને પોતાની વેદના ઠાલવી હતી.  ઘણા વર્ષોથી રહેતા
પરિવાર આજે સતત ભય નીચે જીવી રહ્યા છે.  આ વહીવટી તંત્ર આ છેતરાયેલા લોકો માટે વચ્ચેનો માર્ગ કાઢીને મહાવીર સોસાયટીના લોકોની વ્હારે ચડે છે કે કેમ એ તો આવનારો સમય જ બતાવશે.

Download Our B K News Today App



Related News