ગુજરાત સરકાર દ્વારા હોમગાર્ડઝ જવાનોનું શોષણ કરાતું હોવાનો આક્ષેપ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-06 11:10:13
  • Views : 328
  • Modified Date : 2020-12-06 11:10:13

દેશભરમાં તા. ૬ ડીસેમ્બર ને હોમગાર્ડઝ સ્થાપના દિન તરીકે ઉજવવામાં આવે છે. ત્યારે હોમગાર્ડઝ દળની સ્થાપના થઇ ત્યારથી આજ દિન સુધી ગુજરાત સરકાર દ્વારા જવાનોનું શોષણ કરવામાં આવતું હોવાની બૂમરાડ ઉઠવા પામી છે.

સમાજના વિવિધ વર્ગના જાગૃત નાગરિકો-યુવાનો કાયદો અને વ્યવસ્થાની કામગીરીમાં
પોલીસને મદદરૂપ થાય તેમજ કુદરતી અને માનવસર્જિત
આપત્તિઓમાં લોકોને વ્યવસ્થિત રીતે મદદરૂપ થાય તે આશયથી મોરારજી દેસાઇ દ્વારા તા. ૬ ડીસેમ્બર ૧૯૪૭ ના રોજ બૃહદ મુબઇ રાજયમાં હોમગાર્ડઝ દળની સ્થાપના કરવામાં આવી હતી. ગુજરાતમાં રાજયની સ્થાપના સમયથી આ દળ કાર્યરત છે તેમજ ગુજરાતમાં ૫૦ હજાર જેટલાં હોમગાર્ડઝ જવાનો પોલીસ સાથે ખભેખભો મિલાવી રાત-દિવસ ઉમદા ફરજ બજાવી રહ્યાં છે તેમ છતાં ગુજરાત સરકાર હોમગાર્ડઝ જવાનો પ્રત્યે દુલક્ષ સેવી રહી છે. ગુજરાત સિવાય અન્ય
રાજયોમાં હોમગાર્ડઝ જવાનોને રૂપિયા ૫૦૦ થી ૭૦૦ દૈનિક ભથ્થું આપવામાં આવે છે જેની સામે ગુજરાતમાં માત્ર દૈનિક રૂપિયા ૩૦૪ નું  ભથ્થું અપાય છે. આમ, કાળઝાળ મોઘવારીમા અન્ય રાજયોની સરખામણી માં ગુજરાત સરકાર દ્વારા ખુબ જ નજીવું વેતન
આપીને હોમગાર્ડઝ જવાનોનું શોષણ કરવામાં આવે છે.


Download Our B K News Today App



Related News