ડીસાના માલગઢ ખાતે લગ્ન મંડપ માં સૉર્ટ. સર્કિટ થી આગ...

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-04 11:06:36
  • Views : 881
  • Modified Date : 2022-05-04 11:06:36

 

આગ ના પગલે અફરા તફરી મચી સંપૂર્ણ મંડપ બળી જતા નુકશાન...

 

સમગ્ર રાજ્ય માં આજે અખાત્રીજ હોઈ વણજોયા મુરહત પ્રમાણે ઠેર ઠેર લગ્ન યોજાઈ રહ્યા છે સમગ્ર માહોલ માં લગ્ન ગીત અને બેન્ડ ની સુરાવલી વચ્ચે આજે માલગઢ ખાતે આવેલા હનુમાન નગર માં રહેતા રમેશકુમાર મોતીજી ગેલોત ના ત્યા તેમની ત્રણ દીકરી ના લગ્ન નો પર્સગે મંડપ અને ચોરી સજાવવા માં આવી હતી ત્યારે મગળવારે બપોર ના સુમારે અચાનક સૉર્ટ સર્કિટ ના પગલે મંડપ માં આગ લાગી હતી અને જોત જોતા મા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા લગ્ન મંડપ માં અફરા તફરી મચી જવા પામી હતી બનાવ ના પગલે સ્થાનિક લોકોએ ફાયર ફાઇટર અને જાણ કરતા ફાયર ફાઇટર દોડી આવ્યું હતું અને પાણી નો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી પરંતુ આગ કાબુમાં આવે તે પહેલાં સમગ્ર મંડપ અને સજાવેલ ચોરી સંપૂર્ણ બળી જતા મંડપ માલિકે ને ભારે નુકશાન થવા પામ્યું હતું જોકે સદનસીબે બનાવ ના પગલે જાનહાની ટલી જવા પામી હતી પરંતુ આગના બનાવ ના પગલે સમગ્ર પરિવાર માં ભારે નારાજગી ફેલાઈ જવા પામી હતી

Download Our B K News Today App



Related News