આરોગ્ય વિભાગની તપાસમાં રેકર્ડની તપાસ દરમિયાન ક્ષતિઓ પકડાતાં પાલનપુરની બે હોસ્પિટલના સોનોગ્રાફી મશીન સીલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-04 11:14:48
  • Views : 461
  • Modified Date : 2020-12-04 11:14:48

પાલનપુરમાં આવેલી બે ખાનગી હોસ્પિટલમાં જિલ્લા આરોગ્ય વિભાગે દરોડો પાડ્યો હતો. જેમાં સોનોગ્રાફી મશીન સહિત રેકર્ડમાં ક્ષતિઓ બહાર આવી હતી. જેને લઈને બંન્ને હોસ્પિટલના સોનોગ્રાફી મશીન સીલ કર્યા છે. આરોગ્ય વિભાગે દરોડો પાડતાં તબીબી આલમમાં ફફડાટ પ્રસરી ગયો છે.
કોરોના સંક્રમીત દર્દીઓની સંખ્યા વધી રહી છે. આરોગ્ય વિભાગ તેમાં વ્યસ્ત હોવા છતાં પાલનપુરની બે ખાનગી હોસ્પિટલમાં બુધવારે મોડી સાંજે અચાનક રેડ કરી હતી. જેમાં શહેરના ગઠામણ દરવાજા પાસે આવેલી પૃથ્વી હોસ્પિટલ અને ઢુંઢીયાવાડી વિસ્તારમાં આવેલી ન્યુ મહેશ્વરી હોસ્પિટલમાં તપાસ શરૂ કરી હતી. જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ર્ડા.મનીષ ફેન્સીએ ટીમ સાથે હોસ્પિટલના સોનોગ્રાફી મશીન તેમજ તેને લગતો રેકર્ડ ચેક કરતાં મોટી ક્ષતિઓ બહાર આવી હતી. જેમાં ગઠામણ દરવાજા પાસેની ર્ડા.પ્રકાશ દેસાઈની પૃથ્વી હોસ્પિટલ અને ઢુંઢીયાવાડી પાસેની ર્ડા.દર્શન કેલાની ન્યુ મહેશ્વરી હોસ્પિટલમાં જાેગવાઈઓનો ભંગ જાેવા મળ્યો હતો. જેમાં પીસીપીએનડીટી એક્ટ મુજબ ફોર્મ - એફ અને રજીસ્ટર નિભાવણીનો અભાવ સામે આવ્યો હતો. જેને લઈને આરોગ્ય વિભાગની ટીમે આ બંન્ને હોસ્પિટલના સોનોગ્રાફી મશીનો સીલ કર્યા હતા.
આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ હાલમાં ચાલી રહેલી કોરોના મહામારી વચ્ચે સોનોગ્રાફી મશીનને લગતી નિયમોની સચોટ અમલવારી તપાસવામાં આવી હતી. જાેકે આરોગ્ય તંત્ર કોરોનાને લગતી કામગીરીમાં સતત વ્યસ્ત હોવા છતાં અચાનક રેડ કરાતાં તબીબી આલમમાં ફફડાટ પ્રસરી ગયો છે. જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીએ બંન્ને હોસ્પિટલોના તબીબોને હવે નોટિસ ફટકારવાની અને વધુ પગલાં ભરવાની કાર્યવાહી શરૂ કરી છે. જાેકે આ અંગે જિલ્લા વિકાસ અધિકારીને આરોગ્ય વિભાગ રીપોર્ટ કરશે. ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે. તેમ સૂત્રોએ ઉમેર્યું છે.

Download Our B K News Today App



Related News