પાલનપુર ખાતે સોની સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-16 06:50:28
  • Views : 528
  • Modified Date : 2019-04-16 06:50:28

પાલનપુરમાં  શ્રી ધાન્ધાર ગઢવાડા વિસા શ્રીમાળી સોની સમાજ યુથ ક્લબ દ્વારા બે દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યુ હતું. પાલનપુરની જી.ડી.મોદી કોલેજના ગ્રાઉન્ડમાં યોજાયેલ સોની સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટમાં સમાજની કુલ ૧ર ટીમોએ ભાગ લીધો હતો.યુથ ક્લબ દ્વારા યોજાયેલ આ ટુર્નામેન્ટમાં ટીમ ભાવના, શિસ્ત,   અનુશાસન અને હારજીતનો ખેલદીલીથી સ્વીકાર જેવી ભાવનાઓ ઉજાગર થાય તેમજ યુવાધનને પ્રોત્સાહન મળે, શારીરિક ક્ષમતા વધે તે હેતુથી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ટુર્નામેન્ટની ફાઈનલ મેચ રાધાસ્વામી ઈલેવન અને ગુરૂકૃપા ફેબ્રીક્સ ઈલેવન વચ્ચે રમાઈ હતી. જેમાં રાધાસ્વામી ઈલેવનનો વિજય થયો હતો.દરમ્યાન વિજતા ટીમને ટ્રોફી તેમજ ઈનામનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ઉત્કૃષ્ઠ દેખાવ કરનાર ખેલાડીઓમાં પણ દાતા દ્વારા ઈનામ વિતરણ કરાયું હતું. આ ટુર્નામેન્ટમાં સંદિપભાઈ સોની, સંજયભાઈ સોની, જતીનભાઈ સોની, પલકભાઈ, મંજીલભાઈ સહિત યુવાનોએ જહેમત ઉઠાવી ટુર્નામેન્ટને સફળ બનાવી હતી. 


Download Our B K News Today App



Related News