વડોદરાના સોનારકુઈ ગામે સપ્તાહમાં ત્રીજો અકસ્માત સર્જાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-11 15:00:01
  • Views : 84
  • Modified Date : 2024-03-11 15:00:01

એક જ સ્થળે વારંવાર અકસ્માત સર્જાતા આસપાસના સ્થાનિકોમાં તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકો ડીવાઈડરનું કામ અધૂરું હોવાના અને તેને તાત્કાલિક રીપેર ન કરાવાના કારણે અકસ્માત થતા હોવાના આક્ષેપ કરી રહ્યા છે.વડોદરાના સોનારકુઈ ગામે સપ્તાહમાં ત્રીજો અકસ્માત સર્જાયો છે. રાતના સમયે એક કરા ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી. સદનસીબે આ ઘટનામાં જાનહાનિ ટળી છે, જો કે ડીવાઈડરનું કામ અધૂરું હોવાના કારણે વારંવાર અકસ્માત થતા હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે.સ્થાનિકોનો આક્ષેપ છે કે રસ્તા પર સ્ટ્રીટ લાઈટ, રેડિયમના સૂચના બોર્ડનો અભાવ હોવાથી અકસ્માતો સર્જાઇ રહ્યા છે. અનેક અકસ્માતો બાદ પણ તંત્ર કોઈ પગલા ન લેતું હોવાનો આક્ષેપ કરી રહ્યા છે.

Download Our B K News Today App



Related News