સોનાલિકા ટાઈગર ઈલેક્ટ્રિક લોન્ચ; કંપનીનો દાવો- ડીઝલ ટ્રેક્ટરની તુલનામાં તેને ચલાવવાનો ખર્ચ એક ચતુર્થાંશ છે, કિંમત 5.99 લાખ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-24 12:58:42
  • Views : 468
  • Modified Date : 2020-12-24 12:58:42

    આ સમયે જ્યારે ઓટોમોબાઈલ ઉદ્યોગનું વિદ્યુતકરણ ભારતીય માર્કેટમાં થોડું ધીમું છે, ખાસ કરીને યુરોપ અને અમેરિકાની તુલનામાં, તે દિશામાં સતત પ્રગતિ થઈ રહી છે. આ સમયે જ્યારે હજી પણ આપણે કેટલાક પેસેન્જર ઈલેક્ટ્રિક વ્હીકલ્સના લોન્ચની રાહ જોઈ રહ્યા છીએ, ત્યારે સોનાલિકાએ આગળ આવીને ભારતનું પહેલું ઈલેક્ટ્રિક ટ્રેક્ટર-ટાઈગર ઈલેક્ટ્રિકને રજૂ કર્યું છે.સોનાલીકા ટાઈગર ઈલેક્ટ્રિકને તે જ ટ્રાઈડ એન્ડ ટેસ્ટેડ પ્લેટફોર્મ પર બનાવવામાં આવ્યું છે જ્યા તેના રેગ્યુલર ટ્રેક્ટરમાં મળે છે. ટાઈગર ઈલેક્ટ્રિકના પાવરટ્રેનમાં IP65 પ્રોટેક્શનની સાથે 25.5 કિલોવૉટ, નેચરલી કુલિંગ, કોમ્પેક્ટ બેટરી સામેલ છે. બેટરીને રેગ્યુલર હોમ સોકેટથી 10 કલાકમાં અને ફાસ્ટ ચાર્જરનો ઉપયોગ કરીને માત્ર 4 કલાકમાં ચાર્જ કરી શકાય છે. જે ફ્યુઅલ પંપના ચક્કર લગાવવાની જરૂરિયાતનો અંત લાવે છે.

    જર્મનીમાં તૈયાર કરવામાં આવેલ Etrac ઈલેક્ટ્રિક મોટરમાં ઝિરો RPM પર પણ હાઈ પીક ટોર્ક પ્રદાન કરવામાં સક્ષમ છે, જે તેને ફીલ્ડ ઓપરેશન માટે યોગ્ય બનાવે છે. કંપનીનો દાવો છે કે, ઈલેક્ટ્રિક ટ્રેક્ટરની રનિંગ કોસ્ટ એક ડીઝલ ટ્રેક્ટરને ચલાવવાના ખર્ચથી 1/4th છે. કંપનીનો દાવો છે કે- તેમાં 24.93kmphની ટોપ સ્પીડ મળે છે અને બે ટન ટ્રોલીનું સંચાલન કરતા સમયે એક ફૂલ બેટરી ચાર્જ 8 કલાક સુધી ચાલી શકે છે.સોનાલિકા ગ્રુપના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી રમન મિત્તલે કહ્યું, જેમ જેમ દુનિયા પર્યાવરણને અનુકૂળ પહેલની તરફ આગળ વધી રહી છે, સેગમેન્ટમાં ઈલેક્ટ્રિક વાહનોને ઉત્સુકતાથી તે વાહનોના વિકલ્પ તરીકે જોવામાં આવી રહ્યા છે જે ઈંધણ પર ચાલે છે. સોનાલિકાના ફીલ્ડ રેડી ટાઈગર ઈલેક્ટ્રિક ટ્રેક્ટર એક ગ્રીનરી પ્રત્યે ભારતના અભિયાનને વેગ આપવા અને 2030 સુધી ઈવીને શરૂ કરવાની ભારત સરકારની મહત્ત્વકાંક્ષી પગલાને અનુરૂપ બનાવવાની અમારી પ્રતિબદ્ધતા છે."

    નિર્માતાએ એમ પણ કહ્યું કે તે વૈશ્વિક માર્કેટમાંથી ભારતમાં લેટેસ્ટ ઈનોવેશનને લાવવા, કૃષિ ઉત્પાદકતા અને લાભપ્રદતા વધારવા માટે ટેક્નિકી વિકાસ પ્રદાન કરવા માગીએ છીએ. ટાઈગર ઈલેક્ટ્રિકને પંજાબમાં બ્રાન્ડના હોશિયારપુર પ્લાન્ટમાં નિર્માણ કરવામાં આવશે, જે તેને એક મેક ઈન ઈન્ડિયા પ્રોડક્ટ બનાવે છે.સોનાલિકા ટાઈગર ઈલેક્ટ્રિકનું બુકિંગ દેશભરમાં ઓપન થઈ ગયું છે. તેને 5.99 લાખ રૂપિયાના અફોર્ડેબલ પ્રાઈસની સાથે લોન્ચ કરવામાં આવ્યા છે જે રનિંગ કોસ્ટમાં ઘટાડો કરશે. નવા ઈ-ટ્રેક્ટર નિશ્વિત રીતે એક અત્યંત વ્યાવહારિક વિકલ્પ જેવું લાગે છે, જે પર્યાવરણ માટે પણ સારું છે.




Download Our B K News Today App



Related News