સોનું 10 ગ્રામદીઠ રૂ. 400 વધી રૂ. 35200ની ટોચે પહોંચ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-04 18:51:42
  • Views : 509
  • Modified Date : 2019-07-04 18:51:42

 ઇન્ટરનેશનલ માર્કેટમાં સોનું ઔંસદીઠ મંગળવારે મોડી રાત્રે 1382 ડોલરની સપાટીથી 24 કલાકમાં 40 ડોલર ઉછળી બુધવારે મોડી સાંજ સુધીમાં 1432 ડોલર થઇ ગયા બાદ મોડી રાત્રે 1425 ડોલર આસપાસ રમતું હતું. ભારે વોલેટિલિટીની અસરરૂપે સ્થાનિકમાં અમદાવાદ ખાતે પણ સોનું 10 ગ્રામદીઠ રૂ. 400 વધી રૂ. 35200 થઇ ગયું હતું. જે ચાલુ કેલેન્ડર વર્ષનો ત્રીજો મોટો ઉછાળો મનાય છે. અગાઉ તા. 20 જુનના રોજ રૂ. 800 અને તા. 25 જૂનના રૂ. 500નો ઉછાળો સોનામાં નોંધાયો હતો.

ઉલ્લેખનીય છે કે ચાલુ કેલેન્ડર વર્ષના પ્રથમ 6 માસમાં જ સોનાના ભાવમાં રૂ. 2600ની જંગી વૃદ્ધિ જોવા મળી છે. પરંતુ તેનાથી વિપરીત ચાંદી કિલોદીઠ આજે રૂ. 400 વધી હોવા છતાં છેલ્લા છ માસમાં રૂ. 200ના ઘટાડા સાથે રૂ. 38200 રહી હતી. સોનામાં આવેલી ઝડપી અને આશ્ચર્યજનક તેજીને રિટેલ રોકાણકારો શંકાની નજરે જોઇ રહ્યા છે. ત્યારે બીજીતરફ નિષ્ણાતો ઇન્ટરનેશનલ માર્કેટમાં સોનું ઔશદીઠ 1500 ડોલર થવાની આગાહી કરવા લાગ્યા છે. સોનામાં તેજીના કારણે ગોલ્ડ-સિલ્વર રેશિયો વધી 93.3%ની 1980 પછીની સૌથી ઊંચી સપાટીએ પહોંચ્યો છે. ઘર આંગણે તા. 25 જુનના રોજ રૂ. 35500ની સર્વોચ્ચ સપાટીએ આંબેલું સોનું ચાલુ વર્ષાન્ત સુધીમાં રૂ. 38000-39000 સુધી વધી જવાની સંભાવના વ્યક્ત થઇ રહી છે.

સોનામાં તેજી માટેનાં ત્રણ ઇન્ટરનેશનલ કારણો
- બેન્ક ઓફ ઇન્ટરનેશનલ સેટલમેન્ટે ફોરેક્સ રિઝર્વમાં સોનાની કેટેગરી 3માંથી 1 કરતાં હવે સેન્ટ્રલ બેન્ક્સ પૂરેપૂરી વેલ્યૂ બતાવી શકશે. તેના કારણે યુરોપિયન સેન્ટ્રલ બેન્ક્સની રેટિંગ સુધારવા ખરીદી વધી
- અમેરિકા અને ચીન વચ્ચેની ટ્રેડવોર અને ચીનમાં ઔદ્યોગિક મંદી અને મેટલ માર્કેટની માગ ઘટી
- યુએસ ફેડમાં ટ્રમ્પના બે પ્રતિનિધિ પૈકી જૂડી શેલ્ટન ગોલ્ડ સ્ટાન્ડર્ડની ફેવરમાં હોવાથી સોનાની ખરીદી વધવાની શક્યતા

Download Our B K News Today App



Related News