જ્વેલર્સની દુકાનનો કર્મચારી 55.60 લાખનું સોનું લઈને ફરાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-06 12:43:05
  • Views : 590
  • Modified Date : 2019-09-06 12:43:05

નવરંગપુરામાં આવેલી એક જ્વેલર્સની દુકાનમાં દાગીના બનાવવાનું કામ કરતો કારીગર 55.60 તાળનું સોનુ લઈને ફરાર થઈ ગયો હતો. આ અંગે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. નારણપુરામાં રહેતા દિનેશભાઈ એસ.સોની નવરંગપુરામાં સી.જી.રોડ પર ગોલ્ડન સિગ્નેચર કોમ્પ્લેક્સમાં આશાપુરા ગોલ્ડ ઓરેનામેન્ટ લિમીટેડ નામથી સોની કામનો વ્યવસાય કરે છે. તેમની દુકાનમાંથી મુળ પશ્ચિમ બંગાળનો અને ખામાસામાં રહેતો સંજુ જી.પાલ સોનાની રણી લઈ જઈને દાગીના બનાવી આપવાનું કામ કરતો હતો. 14 જુલાઈના રોજ સંજુ રણી બનાવવા માટે 55.60 લાખની રણી લઈ ગયો હતો. જોકે બાદમાં તે ગુમ થઈ ગયો હતો. આ અંગે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News