મુંબઈના સૌથી મોટા ડ્રગ ડીલર 'બટાટા'ના દીકરાની ધરપકડ, એક સમયે બટાકા વેચતો હતો તેથી નામ બટાટા પડ્યું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-26 13:59:54
  • Views : 18591
  • Modified Date : 2021-03-26 13:59:54

    નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ મોડી રાતે કાર્યવાહી કરીને મુંબઈના સૌથી મોટા ડ્રગ સપ્લાયર ફારુખ બટાટાના દીકરા શાદાબની ધરપકડ કરી લેવામાં આવી છે. મોડી રાતે મુંબઈમાં ત્રણ જગ્યાઓએ NCBએ દરોડા પાડ્યા હતા. શાદાબ પાસેથી બે કરોડ રૂપિયાની કિંમતનું ડ્રગ્સ, એક લક્ઝુરિયસ કાર અને એક કેશ કાઉન્ટિંગ મશીન પણ મળી આવ્યું છે.

    તપાસમાં સામે આવ્યું છે કે, ફારુખ પહેલાં રસ્તા પર બટાકા વેચતો હતો, તેથી તેના નામની સાથે બટાટા જોડાઈ ગયું છે. ત્યારપછી તે અંડરવર્લ્ડના સંપર્કમાં આવ્યો હતો અને હવે તે મુંબઈના સૌથી મોટા ડ્રગ સપ્લાયરમાં એક છે.સૂત્રોના જણાવ્યા પ્રમાણે એનસીબીએ ગઈ કાલે રાતે લોખંડવાલા, વર્સોવા અને મીરા રોડ વિસ્તારમાં દરોડા પાડ્યા હતા અને શાદાબની ધરપકડ કરી હતી. NCBને તેની પાસેથી મોટી માત્રામાં MD ડ્રેગ્સ મળી આવ્યું છે. જેની બજાર કિંમત રૂ. 2 કરોડ છે. આજે શાદાબને NDPS કોર્ટમાં રજૂ કરવામાં આવશે. શાદાબ બટાટા ડ્રગ્સના ધંધા સાથે ઘણાં સમયથી જોડાયેલો હતો અને મુંબઈની સેલિબ્રિટિઝને ડ્રગ્સની સપ્લાય કરવાનું કામ કરતો હતો.

    મુંબઈમાં MDMA સિવાય વિદેશોથી આતા ડ્રગ્સ જેવા કે LSD, ગાંજો, બડ, કોકીનનો સૌથી મોટો સપ્લાયર ફારુખ જ છે. આ સંજોગોમાં તેના દીકરાની ધરપકડ એનસીબી માટે એક મોટી સફળતા માનવામાં આવે છે. એનસીબીનું માનવું છે કે, મુંબઈની દરેક મોટી ડ્રેગ્સ પાર્ટીમાં તે ડ્રેગ્સ સપ્લાય કરતો હતો. અભિનેતા સુશાંત સિંહ રાજપૂત ડ્રેગ્સ એંગલ કેસમાં પણ તેનું નામ આવ્યું હતું.

    તપાસમાં સામે આવ્યું કે ફારુખનો બીજો મોટો દીકરો સૈફ પણ ડ્રગ્સના ધંધા સાથે જોડાયેલો છે. તપાસમાં સામે આવ્યું છે કે, સૈફ પાસે ઘણી લક્ઝુરિયસ ગાડીઓ છે અને તે આ ગાડીઓમાં જ બોલિવૂડ સેલિબ્રિટિઓને ડ્રેગ્સની સપ્લાય કરતો હતો. એનસીબી આ વિશે પણ ટૂંક સમયમાં કાર્યવાહી કરવાની છે.એક દિવસ પહેલાં એનસીબીના ડ્રેગ પેડલર્સ વિરુદ્ધ મુંબઈની અંધેરી અને ડોંગરી વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ પહેલાં ગઈ 7 ફેબ્રુઆરીએ અંધેરી અને ડોંગરી વિસ્તારમાં નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ દરોડા પાડ્યા હતા. તેમાં ભાગેડુ માફિયા દાઉદ ઈબ્રાહિમના ખાસ માણસ પરવેઝ ખાન ઉર્ફે ચિંકૂ પઠાણની ધરપકડ કરવામાં સફળતા મળી છે.


Download Our B K News Today App



Related News