પુત્રએ પિતાની હત્યા કરી લાશને નદીના પટમાં દાટી દીધી : હત્યા કેસમાં પોલીસને મળી સફળતા, પોલીસે હત્યારાની તપસ હાથ ધરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-13 12:26:50
  • Views : 400
  • Modified Date : 2021-08-13 12:26:50

     બનાસકાંઠા જિલ્લામાં ગુનાહિત ઘટનાઓના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે જિલ્લામાં સૌથી વધુ ગુનાહિત ઘટનાઓમાં હત્યાને આત્મહત્યાના બનાવો સતત વધી રહ્યા છે ત્યારે બનાસકાંઠા થરા પોલીસ ને 11 ઓગસ્ટના રોજ ખારીયા ગામના સોમપુરી ગૌસ્વામીની લાશ હત્યા કરેલ હાલતમાં નદીના પટ માંથી મળી હતી જે અંગે પોલીસે મૃતકની પત્નીની ફરિયાદ લઈ આગળની તપાસ હાથ ધરી હતી પોલીસે હત્યાનું રહસ્ય બહાર લાવવા માટે બનાસકાંઠા એલ સી બી ટિમ અને એફ એસ એલની મદદ લઇ તપાસ શરૂ કરી હતી જેમાં મૃતક ના પેનલ પી એમ બાદ સોમપુરી ગૌસ્વામી ને ગળાના ભાગે બ્લેડ વડે ઇજા કરી બે રહેમી પૂર્વક  હત્યા કરવામાં આવી હોવાનું સામે આવતા પોલીસે શંકાસ્પદ લોકો ની પૂછ પરછ કરી હતી જો કે હત્યા બાદ એકાએક પોલીસે સ્થળ પર થી મૃતકના પુત્રનું બાઇક પણ મળી આવતા  પોલીસે તેમના પુત્ર ની વિશે તપાસ કરતા પુત્ર પણ ગુમ હોવાનું બહાર આવતા પોલીસે તેના પુત્ર પર શંકા ગઈ હતી જેમાં મૃતકના પરિવારજનોને આ અંગે પૂછતાજ કરતા મૃતકના પુત્ર એ પિતા ની હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું.

     પોલીસને તપાસ દરમિયાન જાણવા મળેલ કે મૃતક સોમપુરી ગૌસ્વામી તેમના પરિવારજનોમાં મહિલાઓનું શોષણ કરતા હોઈ અને સારું રાખતાના હોઈ તેનું મન દુઃખ રાખી મૃતક ના પુત્ર મહેશે બ્લેડથી ઇજા પોહચાડી હત્યા કરી કોઈને જાણના થાય તે માટે મૃતકની લાશને નદીના પટમાં દાટી દીધી હતી જો કે હાલ તો પોલીસે સમગ્ર ગુન્હા પરથી ભેદ ઉકેલી દીધો છે પરંતુ હજુ મુખ્ય આરોપી પોલીસ પકડ થી દુર છે જો કે હવે જોવાનું એ રહે છે કે આખરે હત્યારો પુત્ર પોલીસ ની પકડ માં ક્યારે આવે છે અને શું આ હત્યા તેના પુત્ર એકલા એ કરી છે કે પછે અન્ય લોકો પણ સામેલ છે.

Download Our B K News Today App



Related News