મધર્સ ડેના દિવસે ઈચ્છા મૃત્યુ માગવા મજબૂર.......

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-12 17:47:59
  • Views : 492
  • Modified Date : 2019-05-12 17:47:59

અમદાવાદના ખોખરા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડમાં 50 વર્ષીય રવિ નાગર તેમની માતા સાથે રહે છે. તેમની માતા લીલાબેનની ઉંમર 88 વર્ષ છે. વિકાંત છેલ્લા 28 વર્ષથી મોટર ન્યુરો ડિસીઝ નામના રોગથી પીડાઈ રહ્યા છે. આ બીમારી અસાધ્ય પ્રકારની બીમારી ગણાય છે, જેમાં ધીમી ગતિએ શરીરના એક-એક અંગ કામ કરતા બંધ થાય છે. તેમાં લકવાની અસર થાય છે. રવિ નાગર 21 વર્ષની ઉંમરના હતા ત્યારે અચાનક પગની બહેરાશથી શરુ થઈ ગઈ હીત. જેના બાદ તેમના બંને પગ લકવાગ્રસ્ત થઈ ગયા છે. આ રોગના કારણે હવે તેમનાં કરોડરજ્જુ ધીરેધીરે કામ કરતા બંધ થઇ ગયા છે. અન્ય કોઈ વ્યક્તિની મદદ વગર રવિ પથારીમાં પડખું પણ ફરી નથી શકતા. તો બીજી તરફ, તેમના માતા લીલાબેન છે, જેઓ આજદિન સુધી દીકરાની ચાકરી કરી રહ્યાં છે. લીલાબેન ઓછુ સાંભળે છે, તેમ છતાં દીકરાની ચાકરીમાં ક્યાંય કચાશ રાખતા નથી. જે વૃદ્ધ માતાની ઘડપણમાં લાકડીનો ટેકો બનીને સેવા કરવાની હોય તેવા સમયે તેઓ રવિની અસાધ્ય બીમારીની સેવા ચાકરી ઘરડી માતા આજે અવિરત કરી રહ્યા છે. પોતાની બીમારીથી કંટાળીને રવિ નાગરે સરકાર પાસેથી ઈચ્છા મૃત્યુની માંગણી કરી છે. અસંખ્યવાર તબીબો અને અનેક હોસ્પિટલોમાં આ અંગેની તપાસ કરાવી ચૂકેલા અને તે રોગનું કોઈ નિદાન ના થઈ શકતા મેડિકલ સાયન્સ માટે પડકારજનક કહી શકાય તેવા રોગથી હારી જઈને રવિએ તંત્ર સમક્ષ આ અંગેની પરવાનગી માંગી છે. 

Download Our B K News Today App



Related News