દિકરાએ પિતાનું સ્વપન સાકાર કરવા કોલેજના નિમાર્ણ માટે 2.51 કરોડનું દાન આપ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-03 16:21:34
  • Views : 306
  • Modified Date : 2019-11-03 16:21:34

તારાપુર પંથકમાં સ્નાતક કક્ષાની શિક્ષણની કોઇ વ્યવસ્થા નથી. જેથી પંથકના વિદ્યાર્થીઓને ઉચ્ચકક્ષાનું શિક્ષણ મેળ‌વવા માટે આણંદ-ખંભાત જેવા એજ્યુકેશન હબ ધરાવતા શહેરો સુધી લાંબુ થવું પડતું હતું. જેથી છેવાડાના ગામોના વિદ્યાર્થીઓ આગ‌ળનો અભ્યાસ પડતો મુકતાં હતાં. શિક્ષણની જ્યોત જલાવવાની ખેવના સાથે કાંતીભાઇ ધુળાભાઇ પટેલે આજથી 25 વર્ષ અગાઉ ગામમાં કોલેજનું નિર્માણ કરવાનું સ્વપ્ન સેવ્યું હતું. તેઓએ જેતે સમયે લાખો રૂપિયાની જમીન વેચાતી લઇ કોલેજ માટે કેળવણી મંડળને ભૂમિદાન કર્યું હતું. તેમના દિકરાએ પિતાનું સ્વપન સાકાર કરવા માટે તારાપુરમાં જ આર્ટસ,સાયન્સ,કોમર્સ કોલેજના નિમાર્ણ માટે 2.51 કરોડનું માતબાર દાન આપ્યું હતું.પિતાના અધુરી ઈચ્છા પુત્રએ પુરી કરી તારાપુરમાં જે કોલેજ શરૂ થશે તે કોલેજનું નામ વિજયભાઈ ચુનીભાઈ પટેલ કોલેજ રાખવામાં આવશે તેવું શૈલેષભાઈએ જાહેર કરેલ છે. વિજયભાઈ એ પટેલ કાંતીભાઈના પરમ મિત્ર હતા. વિજયભાઈ હાલ સ્વર્ગવાસી છે. પરંતુ તેમની મોટેલ તેમના ધર્મપત્ની મિનાક્ષીબેન ચલાવતા હતા. જે મોટેલ શૈલેષભાઈ કાંતીભાઈ પટેલને સારા ભાવે વેચાતી આપી અને શૈલેષભાઈએ નક્કી કર્યુ કે તેમાંથી જે કાંઇ ફાયદો થાય તેનો દરેક ભગવાનના નામ, ગરીબોની સેવા માટે, કોલેજ, વિદ્યાદાન માટે કાયમ વાપરવામાં આવશે. કાંતીભાઈના પરમ મિત્ર વિજયભાઈનું નામ આપી શૈલેષભાઈએ પોતાના મિત્રનું ઋણ અદા કરેલ છે.પરિવાર વતનનું ઋણ અદા કરવામાં અગ્રેસર રહ્યો તારાપુર કેળવણી મંડળના પ્રમુખ ભુપેન્દ્વભાઇ પટેલે જણાવ્યું હતું કે, વર્ષોથી યુ.એસ.એમાં વસવાટ કરતાં કાંતીભાઇ પટેલના પરિવાર વતનનું ઋણ અદા કરવામાં અગ્રેસર રહ્યો છે. તારાપુરમાં ઉચ્ચશિક્ષણ માટે કોઇ વ્યવસ્થા ન હોય તેને ધ્યાને લઇ તારાપુરના ભામાષા શૈલેષભાઇ પટેલ અને ફાલ્ગુનીબેન પટેલ તથા સમસ્ત પરિવાર દ્વારા પિતાજીના મિત્રની યાદમાં તારાપુરમાં વિજયભાઇ પટેલ નામની કોલેજ ઉભી કરવા માટે અઢી કરોડનું દાન આપ્યું છે. જેના પગલે તારાપુર પંથકમાં શિક્ષણની જ્યોત વધુ આગળ ધપશે અને યુવા વર્ગ સ્નાતક કક્ષાનું શિક્ષણ લઇને પોતાની કારર્કીદીને ઉત્તમ બનાવી પંથકના વિકાસમાં યોગદાન આપ્યું હતું.આમ તારાપુરના ભામાષા શૈલેષભાઇ પટેલે વાર-તહેવારે ગરીબ પરિવારોને જીવન જરૂરિયાતની કીટ અપર્ણ કરે છે. સાથે સાથે જરૂરિયાતમંદોને દવાઓ પણ પુરી પાડે છે.

Download Our B K News Today App



Related News