પ્રસિદ્ધ બાલારામ મહાદેવના મંદિરે રવિવાર અને સોમવાર દર્શનાર્થીઓ પર પ્રતિબંધ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-27 11:17:25
  • Views : 478
  • Modified Date : 2020-07-27 11:17:25

હિન્દૂ ધર્મના પવિત્ર ગણાતા શ્રાવણ માસમાં ભક્તો દ્વારા એક મહિના સુધી ભગવાન ભોળાનાથની ભક્તિમાં લીન થઈ પૂજા અર્ચના કરવામાં આવે છે. પરંતુ ચાલુ વર્ષે કોરોના વાયરસની મહામારીના કારણે દર્શનાર્થીઓ તમામ શિવાલયોમાં પૂજારી દ્વારા પૂજા અર્ચના કરવામાં આવી રહી છે. બનાસકાંઠા જિલ્લામાં એક તરફ કોરોના સંક્રમણ ના દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે ત્યારે બીજી તરફ શ્રાવણ મહિનાની શરૂઆત સાથે જ શિવાલયોમાં પણ દર્શનાર્થીઓની ભારે ભીડ ઉમટી રહી છે. તેવામાં સુપ્રસિદ્ધ બાલારામ મહાદેવના મંદિરે દર્શનાર્થીઓ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. કોરોનાના સંક્રમણને અટકાવવા માટે બાલારામ મંદિર ટ્રસ્ટ સંચાલક મંડળ દ્વારા આ નિર્ણય લેવાયો છે. અત્યાર સુધી મંદિરમાં માસ્ક પહેરી અને સોશિયલ ડિસ્ટન્સ રાખી દર્શન માટે ખુલ્લું રાખવામાં આવ્યું હતું. પરંતુ દિવસે ને દિવસે દર્શનાર્થીઓની ભીડ વધતા આખરે સંચાલક મંડળે આ નિર્ણય લેવો પડ્યો છે. આ સિવાય રવિવારે અને સોમવારે ખાસ મેળો ભરાતો હોય છે. અને માત્ર બનાસકાંઠા જિલ્લા જ નહીં પરંતુ ૨૦૦ -૨૦૦ કિલોમીટર દૂરથી પણ લોકો અહીં દર્શનાર્થે આવતા હોય છે. જેના કારણે વધી રહેલા ટ્રાફિકને અટકાવવા અને કોરોનાવાયરસ ના સંક્રમણથી લોકોને બચાવવા માટે આ નિર્ણય લેવાયો છે. તો બાલારામ મંદિર પાસેથી પસાર થતી નદીમાં દશામાની મૂર્તિઓ
પધરાવવા પર પણ પ્રતિબંધ ફરમાવ્યો છે. આભાર - નિહારીકા રવિયા

Download Our B K News Today App



Related News