ડીસા શહેરમાં મોઢેશ્વરી સોસાયટીમાં સોમનાથ મહાદેવ બિરાજમાન છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-20 11:17:36
  • Views : 265
  • Modified Date : 2020-10-20 11:17:36

ડીસા શહેરમાં મોઢેશ્વરી સોસાયટીમાં સોમનાથ મહાદેવ બિરાજમાન છે. આ મહાદેવની સ્થાપના ગોગાધણી સેવા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલી છે. જ્યાં શ્રાવણ મહિનામાં મોટી સંખ્યામાં લોકો ભગવાન શિવની ભક્તિ કરવા માટે અને અલગ-અલગ પ્રકારના અભિષેક કરવા માટે આ મંદિરે પધારતા હોય છે. હાલમાં આ સોમનાથ મહાદેવ આ વિસ્તારના લોકો માટે એક મોટું આસ્થાનું પ્રતિક બનેલા છે. જ્યાં ભક્તો શ્રદ્ધાપૂર્વક દર્શન કરવા આવે છે અને ભગવાન ભોલેનાથ આગળ પોતાની મનોકામના રાખે છે અને તે પૂર્ણ થતાં ભગવાન ભગવાન ભોલેનાથને શ્રદ્ધાપૂર્વક ચડાવો પણ ચઢાવતા હોય છે. ભગવાન ભોલેનાથના મંદિરની સાથે સાથે અહીં બજરંગબલી, ગોગ મહારાજ, ગણપતિ બાપાનું મંદિર પણ આવેલું છે. અહીં આવતા તમામ દર્શનાર્થીઓ ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવે છે અને અહીં આવીને એક ભક્તિમય માહોલમાં ભગવાનની આરાધનામાં લીન થતા હોય છે         

Download Our B K News Today App



Related News