સોમનાથમાં અદ્યતન ‘યાત્રી પદ-પથ’નું નિર્માણ
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2019-09-24 16:56:56
- Views : 360
- Modified Date : 2019-09-24 16:56:56
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર ખાતે મુંબઈના મરિન ડ્રાઇવને યાદ અપાવે તેવો ‘યાત્રી પદ-પથ’ કે ‘વૉક-વે’ નિર્માણ પામ્યો છે. સાથોસાથ ‘પ્રસાદ યોજના’ હેઠળ વિવિધ કાર્યો થયા છે. જે અંતર્ગત યાત્રિક સુવિધા કેન્દ્ર, અદ્યતન સુવિધાઓથી સજ્જ પાર્કિંગનું નિર્માણ થયું છે. સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી-સેક્રેટરી અને પૂર્વ મુખ્યસચિવ પી.કે.લહેરીએ જણાવ્યું કે ગુજરાતના પનોતાપુત્ર નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ વર્ષ-૨૦૧૪માં કેન્દ્રમાં સરકાર બની ત્યારે દેશના લાખો શ્રદ્ધાળુઓ માટે મહત્ત્વના તીર્થસ્થાનોનો વિકાસ થાય, ભારતના ભવ્ય સાંસ્કૃતિક વારસાનું આગામી પેઢીઓ સુધી સંસ્કાર-સિંચન થતું રહે તેવા હેતુથી એક ખાસ ‘પ્રસાદ યોજના’ બનાવાઈ. જે અંતર્ગત વર્ષ-૨૦૧૫-૧૬માં દ્વારકા અને વર્ષ-૨૦૧૬-૧૭માં જ્યોતિર્લિંગ સોમનાથની પસંદગી થઈ છે. આ ‘પ્રસાદ યોજના’ હેઠળ સોમનાથ સમુદ્રતટ ઉપર સાત મીટર પહોળો અને ૧૫૦૦ મીટર લાંબો ‘વૉક-વે’ નિર્માણ થયો છે. મુંબઈના મરિન ડ્રાઇવની યાદ આપે તેવો ‘યાત્રી પદ-પથ’ સોમનાથ જ્યોતિર્લિંગને એક આગવી ઓળખ આપશે. પ્રાચીન સમયમાં અરબી સમુદ્રનો પુરાણોમાં ‘રત્નાકર’ સમુદ્ર તરીકેનો ઉલ્લેખ છે. આ એ જ ‘રત્નાકર’ સમુદ્ર છે કે જ્યાં દેવો-દાનવોએ સમુદ્ર-મંથન કર્યું હતું. આ પથ ઉપર ચાલતા યાત્રિકોને મંદિરની ભક્તિનો છાંયો અને રત્નાકર સમુદ્રની ઠંડી હવા, ગીર પ્રદેશની લીલોતરી અને ઐતિહાસિક પ્રભાસ પાટણના અનેક ધાર્મિક સ્થળોનાં સતત દર્શન થતાં રહેશે.અદ્યતન પાર્કિંગ સુવિધા અંગે પૂછતાં તેમણે જણાવ્યું કે સોમનાથ ટ્રસ્ટે ૨૦૦૦ કાર, ૨૦૦ બસ સુવ્યવસ્થિત રીતે પાર્ક કરી શકાય તે રીતે અદ્યતન પાર્કિંગની વ્યવસ્થા માટે કરેલો પ્રોજેક્ટ પૂર્ણતાના આરે છે. આ પ્રોજેક્ટ અંતર્ગત વાહનોનાં પ્રવેશ-નિકાસનું નિયંત્રણ, ફોટોગ્રાફી અને પાર્કિંગવાળા વાહનનું CCTV મોનિટરિંગ સાથે પાર્કિંગની અનેક વિશેષતા છે. જેમાં, ૧. ૭૫ કિલોવોટનો સોલર પાવર પ્લાન્ટ કાર્યરત્ છે. ૨. યાત્રાળુઓની શૌચ સુવિધા માટે છ ટોઇલેટ બ્લોકમાં ૧૨૦-શૌચાલય, ૬૦ બાથરૂમ સાથે સ્વચ્છ, અત્યાધુનિક સુવિધા પૂરી પાડવામાં આવેલી છે. ૩. ચા-પાણી-નાસ્તા-ભોજનની વ્યવસ્થા પાર્કિંગ વિસ્તારમાં છે. ૪. પાર્કિંગ વિસ્તારની ચારે તરફ ૨૦,૦૦૦ ચોરસફૂટમાં વિવિધ પ્રકારનાં વૃક્ષો-છોડનું વાવેતર થઈ રહ્યું છે. જેથી ઇકોફ્રેન્ડલી વાતાવરણ ઊભું કરાશે. યાત્રિક સુવિધા કેન્દ્રમાં શું વ્યવસ્થા છે? તે અંગે પી.કે.લહેરીએ જણાવ્યું કે સિનિયર સિટીઝન્સ, મહિલા, બાળકો માટે આરામગૃહોની વ્યવસ્થા કરાઈ છે. ગુજરાતી અને કાઠિયાવાડી ભોજન-નાસ્તા માટે વાજબી ભાવે સગવડ પ્રાપ્ત છે. યાત્રી સુવિધા કેન્દ્રમાં First Aid પણ ઉપલબ્ધ રહેશે. સોમનાથનો ઇતિહાસ લોકો જોઈ શકશે? તે અંગે પી.કે.લહેરીએ જણાવ્યું કે સવા સો વ્યક્તિઓની ક્ષમતાવાળા ઓડિટોરિયમમાં સોમનાથ, ઇતિહાસ સહિત અનેક દસ્તાવેજી ફિલ્મ દર્શાવાશે. ગુજરાતનાં કલા-કસબીઓનાં ઉત્પાદનનાં વેચાણ અને મંદિરના પ્રસાદ, સ્મૃતિચિહ્નોનાં વેચાણની પણ વ્યવસ્થા કરાઇ છે. શ્રીસોમનાથ જ્યોતિર્લિંગના અગાઉના મંદિરોનાં અવશેષોનું મ્યુઝિયમ પણ નિર્માણ થયું છે. સોમનાથ રાત્રિએ પ્રકાશપુંજની માફક ઝળહળે છે.સોમનાથ ટ્રસ્ટના પી.કે.લહેરીએ જણાવ્યું કે શ્રી સોમનાથ મંદિર પુન:નિર્માણ પામ્યું છે, પરંતુ ઐતિહાસિક રીતે આ એક આગવી ધરોહર છે. આ ધરોહર અરબી સમુદ્રમાંથી પસાર થતાં જહાજોમાંથી પણ જોઈ શકાય અને પ્રાચીન નાગરશૈલીનાં નવનિર્મિત મંદિરની કલા-કારીગરી નિરખી શકે તે માટે નરેન્દ્રભાઈ મોદીએ અંગત રસ લઇને સમગ્ર મંદિરને રાત્રે ફિલિપ્સ કંપની દ્વારા તૈયાર કરાયેલા પ્રકાશ-વ્યવસ્થાના કારણે આ પ્રથમ જ્યોતિર્લિંગનું મંદિર રાત્રિના સમયે વિવિધ રંગોમાં પ્રકાશપુંજની માફક ઝળહળી ઊઠે છે અને ભક્તોની આસ્થા-ભક્તિમાં વધારો કરે છે.સોમનાથ ગુજરાતનું ‘સુવર્ણ-મંદિર’ બનવાની દિશામાં પી.કે.લહેરીએ જણાવ્યું કે પ્રસાદ યોજના ઉપરાંત, ટ્રસ્ટના અધ્યક્ષ કેશુભાઈ પટેલના સૂચનથી મંદિરના બે શિખર પરનાં ૧૫૦૦ કળશોને સુવર્ણમય બનાવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. શ્રી સોમનાથ મહાદેવના અનેક ભક્તોએ કળશ માટે એક કળશ માટે રૂ.૧ લાખથી વધુ દાન આપી આ મંદિરને ગુજરાતનાં સુવર્ણ મંદિર બનાવવાની દિશામાં સહયોગ આપ્યો છે.
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 88
સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- September 1, 2026, 11:52 am
- 87
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 166
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 222
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 216
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 120
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 124
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 96
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 105
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 106
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 97
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 89
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 84
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 182
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 95
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 86
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 105
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 112
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 159
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 99
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 94
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 105
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 85
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 98
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 96
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 99
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 101
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 93
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 87
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 97
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 98
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 92
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 90
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 89
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 76
અમદાવાદ એરપોર્ટ પર એકસાથે 8 લોકોએ નમાઝ પઢતા...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:45 pm
- 90
જામનગરમાં 5 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 5 વર્ષની સખત...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:43 pm
- 138
વેજલપુર-વિશાલા રોડ પરથી રવિ ગોદારા ગેંગના 2 ગેંગસ્ટરની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:04 pm
- 74
અમદાવાદના જમાલપુરમાં નળમાંથી ડહોળા પાણી સાથે નીકળ્યો...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 2:13 pm
- 87
ફ્લેટ અને શોપના બુંકીગના નામે બે કરોડ લઇને છેતરપિંડી કર્યાની...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:31 pm
- 91
કાલાવડ નજીક વાડી વિસ્તારમાંથી શખ્સ 236 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે LCBના...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:28 pm
- 73
વડોદરાના યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે રહીશોનો...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:48 pm
- 157
અમદાવાદના નરોડામાં અગરબત્તીના કારખાનામાં ભીષણ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:22 pm
- 77
જામનગરમાં 150થી વધુ ગેરકાયદે ઝૂંપડાઓ તોડી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:19 pm
- 68
જામનગરમાં અડધી રાત્રે 'ધૂમ' મચાવતી 24 લોકોની ગેંગ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:16 pm
- 73
જામનગરમાં દંપતિ પર તેના જ કપાતર દિકરાએ હુમલો કરી દેતાં ભારે...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:13 pm
- 72
સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:09 pm
- 78
વગર ટિકિટે મુસાફરી કરતા લોકો પાસેથી રેલવેને 25 કરોડની...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 1:00 pm
- 150
સિડનીમાં અમદાવાદીને ડિજિટલ એરેસ્ટ કરી 50 લાખ પડાવી...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:57 pm
- 70
અમદાવાદના ધોળકા-બગોદરા હાઈવે પર ગોઝારો...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:53 pm
- 93



