ક્યાંક પ્રેમી પંખીડાએ જીવન ટુકાવ્યું તો ક્યાંક પોલીસ સ્ટેશનમાં ગળેફાંસો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-23 15:21:29
  • Views : 94
  • Modified Date : 2023-06-23 15:21:29

અમરેલી જીલ્લાના સાવરકુંડલાનાં વંડા પોલીસ સ્ટેશનમાં એક આરોપીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરવાના મામલે અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. કસ્ટોડિયલ ડેથ મામલે અમરેલી SPએ વંડા પોલીસ સ્ટેશન પહોંચી સમગ્ર ઘટના વિશે તપાસ કરી હતી.કસ્ટડિયલ ડેથ મામલે SP, DySP સહિતની ટીમોએ તપાસ હાથ ધરી છે. આ અંગે SPએ જણાવ્યું હતું કે અપહરણ મામલે ચાર આરોપીની ધરપકડ કરી હતી તેમાંથી એક આરોપીએ આપઘાત કર્યો હતો તે મામલે તપાસ ચાલી રહી છે. મૃતક આરોપીને પેનલ પી.એમ.અર્થે ભાવનગર ખસેડાયો. કસ્ટડીયેલ ડેથ મામલે એસ.પી. હીમકરસિંહે તપાસ ચાલુ હોવાનું જણાવ્યું.જસદણમાં યુવકે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. ચિતલિયા કૂવા રોડ પાસે રહેતા યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવકે અગમ્ય કારણોસર ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. જે બાદ યુવકનાં મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો હતો. આ બાબતે જસદણ પોલીસે તપાસ શરૂ કરી છે. જેતપુરનાં નવાગઢ વિસ્તારમાં પરીણીતાએ આપઘાત કર્યો હતો. ત્યારે હિરલ નામની પરણીતાનાં એક મહિના પહેલા જ લગ્ન થયા હતા. ત્યારે અગમ્ય કારણોસર પરણીતાએ ઘરનાં પંખા પર લટકી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. આ બાબતે જેતપુર શહેર પોલીસે ગુનો નોંધી પરણીતાનાં મૃતદેહને પીએમ અર્થે મોકલ્યો હતો.  વડોદરાનાં પાદરામાં પ્રેમ પ્રકરણનો કરૂણ અંજામ આવ્યો છે. જેમાં પ્રેમી પંખીડાએ ઝેરી દવા ગટગટાવી હતી. પરિવાર દ્વારા લગ્નની મંજૂરી ન આપતા ઝેરી દવા ગટગટાવી હતી. ઝેરી દવા પી તા 18 વર્ષીય યુવતીનું મોત નિપજ્યું હતું. જ્યારે યુવક હાલ સારવાર હેઠળ છે. આ બાબતે પાદરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.  

 

Download Our B K News Today App



Related News