અંબાજી મંદિરના અંધેર વહીવટથી સોમેશ્વર મહાદેવમાં તાળા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-11 06:26:31
  • Views : 631
  • Modified Date : 2019-04-11 06:26:31

યાત્રાધામ અંબાજી નો વહીવટ દિન પ્રતિદિન ખાડે જઈ રહ્યો છે અને  શ્રી આરાસુરી અંબાજી માતા દેવ સ્થાન ટ્રસ્ટ હસ્તક ના પેટા મંદિરો મા અંબાજી મંદિર કોઈ ધ્યાન આપતું નથી અને તેનો બોલતો
પુરાવો એ છે કે અંબાજી નું સૌથી પ્રાચીન અને પૌરાણિક મંદિર  સોમેશ્વર મહાદેવ હાલ માં કોઈ કાયમી પૂજારી નથી અને જે
પૂજારી ને આ મંદિર માં ૬ મહિના માટે ચાર્જ સોંપવામાં આવ્યો છે તે મહારાજ પોતાના કાયમી મંદિર માં હાજર રહેતા નથી અને તેમને ૨૦૦૦ રૂપિયા ના ચાર્જ થી ખાનગી પેટા પૂજારી રાખેલ છે. જે સોમેશ્વર મહાદેવમાં સવારે ૧૦ મિનિટ અને સાંજે ૧૦ મિનિટ મંદિર ખોલે છે અને ક્યારેક ક્યારેક મંદિર મા  પૂજા પણ થતી નથી
   અંબાજી મંદિર કેમ બીજા કાયમી પૂજારી ની નિમણુંક કરતી નથી અને આ કારણે સોમેશ્વર મહાદેવ મા આવતા ભક્તો મંદિર બંધ હોવાના કારણે તેમની આસ્થા ને ઠેશ પહોંચી છે અને મહાદેવ ની પૂજા થતી નથી અને મંદિર માં તાળા  લાગેલા જોવા મળે છે ,કનુ મહારાજ ને અંબાજી મંદિર ના કયા ટેમ્પલ ઇન્સ્પેક્ટર સાથે સારા સબંધો છે જેથી કનુ મહારાજ આખો દિવસ અંબાજી મંદિર માં જ જોવા મળે છે. આજે બુધવારે પણ સવારે ૭ ઃ૩૦ વાગે  અંબાજી મંદિર ની હવન શાળા માં જોવા મળ્યા હતા આમ અંબાજીઃ મંદિર ના ચેરમેન અને વહીવટદાર તાત્કાલિક ધોરણે અજય માતા મંદિર આસપાસ ના લોકો ના નિવેદન લઇ કાયદેસર કાર્યવાહી કરી અજય માતા અને સોમેશ્વર મહાદેવ મંદિર માં નવા પૂજારી ની નિમણુંક કરે તેવી માંગ ઉઠવા પામી છે.  અંબાજી ની જનતા ની માંગ છે  કે ગણેશ મંદિર ના પૂજારી ને સોમેશ્વર મહાદેવ મુકવામાં આવે, આ પહેલા મુકેશ મહારાજ સોમેશ્વર મહાદેવ માં સારી સેવા કરેલી છે

Download Our B K News Today App



Related News