વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે કોરોના વેક્સિન ઉત્પાદકો સાથે કરશે બેઠક.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-20 11:36:17
  • Views : 246
  • Modified Date : 2021-04-20 11:36:17

    દેશમાં આગામી પહેલી મે 2021થી 18 વર્ષથી ઉપરની ઉમરના તમામ લોકોને કોરોના વેકિસન આપવાની જાહેરાત કર્યા બાદ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મંગળવાર 20મી એપ્રિલના સાંજે કોરોના વેક્સિન ઉત્પાદકો સાથે બેઠક કરશે. વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોજાનાર આ બેઠકમાં જે ઉત્પાદકોની કોરોનાની વેક્સિન ઉપર ટ્રાયલ કરી રહ્યાં છે, તેવા ઉત્પાદકો સાથે પણ વાતચીત કરશે. તો વિદેશ સ્થિત જાણીતી ફાર્માસ્યુટીકલ કંપનીઓના વડાઓ પણ વડાપ્રધાન સાથેની બેઠકમાં જોડાય તેવી સંભાવના છે.

    વડાપ્રધાનની બેઠક અંગે મળી રહેલી માહિતી મુજબ, સાંજે છ વાગે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોજાનારી આ બેઠકમાં, બાયોટેકનોલોજી વિભાગ દ્વારા પ્રેઝન્ટેશન પણ રજૂ કરાશે. જેમાં ભારતમાં હાલ બેકાબુ બનેલા ડબલ મ્યુટેશન વાયરસ સહીત, કોરોના સંક્રમણની સ્થિતિ અંગે વિગતવાર રજૂઆત કરાશે.

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે યોજાનારી આ બેઠકમાં ભારત તેમજ વિદેશની ટોચની ફાર્માસ્યુટિકલ કંપનીઓના અધિકારીઓ ઉપસ્તિત રહેશે. તો જે કંપનીઓની રસીને કેન્દ્ર સરકાર અને સંબધિત વિભાગ દ્વારા મંજૂર કરવામાં આવી છે તેઓ પણ આ બેઠકમાં ભાગ લે તેવી સંભાવના છે. કોવિશિલ્ડ કે જે ઓક્સફોર્ડ તેમજ બ્રિટન અને સ્વીડનની કંપની એસ્ટ્રાજેનેકા દ્વારા વિકસિત છે. જ્યારે ભારતીય મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર) ની ભાગીદારીમાં ભારત બાયોટેક કંપની દ્વારા વિકસિત કોવાક્સિનવેક્સિન ભારતીયોને આપવામાં આવી રહી છે.

    ડ્રગ કંટ્રોલર ઓફ ઇન્ડિયાએ કેટલાક શરતો સાથે દેશમાં કોવિડ -19 રશિયન રસી સ્પુટનિક વીના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી છે. આ અગાઉ ગઈકાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં, ગઈકાલે યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં સરકારે 1 મેથી 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને કોરોનાથી સુરક્ષા આપવા માટે વેક્સિન આપવાની જાહેરાત કરી છે.

 

Download Our B K News Today App



Related News