ગોતા-ચાંદલોડીયામાં કોરોનાના કહેર વચ્ચે સોલા પોલીસે આરોપીનું જાહેરમાં સરઘસ કાઢ્યું, માસ્ક વગર ટોળા ભેગા કર્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-12 12:27:43
  • Views : 393
  • Modified Date : 2020-09-12 12:27:43

શહેરના ગોતા અને ચાંદલોડીયા વોર્ડમાં કોરોનાનો રાફડો કહેર વર્તાયો છે. છેલ્લા બે દિવસમાં 400 જેટલા કેસ આ વિસ્તારમાં આવેલા છે, છતાં સોલા પોલીસે દારૂના ગુનામાં બહાદુરીનું કામ કર્યું હોય તેમ કોરોનાની ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટનસનો ભંગ કરી આરોપીને દોરડા વડે બાંધી રોડ પર ફેરવ્યો હતો. આ મામલે ગ્રામ્ય કોર્ટમાં ફરિયાદ થઇ છે કે, સોલા પોલીસે જાહેરમાં સરઘસ કાઢી તેઓએ કાયદાનો ભંગ કર્યો છે. લોકડાઉન દરમ્યાન કેસો ન આવે તેના માટે ખુદ સોલા પીઆઇ જે.પી જાડેજાએ કોરોના ન ફેલાય તે માટે કડક પાલન માટે પગલાં લીધા હતા પરંતુ હવે ખુદ પીઆઇ જાડેજાએ જ કોરોનાના કેસો તેમના વિસ્તારમાં વધી રહ્યા છે ત્યારે આવી રીતે આરોપીને જાહેરમાં ફેરવી કાયદાનો ભંગ કરતા અનેક સવાલ ઉભા થયા છે. સોલા પોલીસે સંજય દુબે નામના આરોપીની દારૂના કેસમાં ધરપકડ કરી હતી. ગોતા અને ચાંદલોડીયા વિસ્તારમાં કોરોનાના કેસો અત્યારે સૌથી વધુ આવી રહ્યા છે ત્યારે સોલા પીઆઇ જે.પી.જાડેજા અને પોલીસકર્મીઓએ સંજય દુબેને દોરડા વડે બાંધી જાહેરમાં સરઘસ કાઢ્યું હતું. દોરડા બાંધી આરોપીને જાહેરમાં ફેરવો એટલે લોકો ના ટોળાંભેગા થાય જ તેવી જાણ હોવાથી પોલીસે બહાદુરીભર્યું કામ કર્યું એવું બતાવી ટોળાં ભેગા કર્યા હતા. આરોપીને વિસ્તારમાં ફેરવ્યો હતો જેથી લોકોના ટોળા થયા હતા અને કોરોનાની ગાઈડલાઈનનો ભંગ થયો હતો. ટોળામાં કેટલાક લોકોએ માસ્ક પણ નહોતા પહેર્યા અને પોલીસની પાછળ પાછળ ફરતા હતા.ગોતા અને ચાંદલોડીયા વિસ્તારમાં દરરોજ 50થી વધુ કેસ સામે આવતા હોય છે તેમજ સોલા પોલીસ સ્ટેશનના 10થી વધુ પોલીસકર્મીઓ કોરોનાનો ભોગ બની ચુક્યા છે ત્યારે સોલા પીઆઇ જે.પી.જાડેજાએ આવી રીતે ટોળા ભેગા કરી આરોપીનું જાહેરમાં ફેરવવું કેટલું યોગ્ય છે. શુ અધિકારીને જનતા અને પોલીસકર્મીઓની પડી નથી ? આ મામલે પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ પગલાં ભરશે કે પછી આવા ટોળા ભેગા કરી ગાઈડલાઈનના ભંગ માટે બચાવી લેશે.


Download Our B K News Today App



Related News