વાંસદા તાલુકાના માનકુનિયા ગામે SOGના દરોડા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-02-08 15:19:17
  • Views : 75
  • Modified Date : 2024-02-08 15:19:17

નવસારીમાં વાંસદા તાલુકાના માનકુનિયા ગામેથી બંદૂક સાથે બે શખ્સ ઝડપાયા છે. નવસારીના માનકુનિયા ગામમાં SOGએ બે દેશી બનાવટી બંદૂક ઝડપી પાડી છે. માનકુનિયા ગામના લાલજી ઘનગરે ઘાસના પુરેટિયામાં બંદૂક સંતાડી હતી. SOGની ટીમને બંદૂક સહિત લોખંડના પારા, દારુગોળા જેવો પાવડર પણ ઘરમાંથી મળી આવ્યો છે. પોલીસે હાલ લાલજી ઘનગર અને બીજા એક ઈસમની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.બીજી તરફ આ અગાઉ દ્વારકા જિલ્લા LCBએ બાતમીના આધારે 53 લાખનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો.જ્યારે એક શખ્સની ધરપકડ કરવામાં આવી હતી.પશુ ચારાની આડમાં દારૂની હેરાફેરી કરવામાં આવી રહી હતી. ચારાની બોરીઓ નીચેથી અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 13 હજાર 272 બોટલ મળી આવી હતી જેની કુલ કિંમત 53 લાખ હતો.દારૂ ભરેલો ટ્રક રાજસ્થાનથી આવ્યો હોવાનું સામે આવ્યું હતું.

Download Our B K News Today App



Related News