એસઓજી પોલીસે રૂ.90 લાખની કિંમતનો 3000 કિલો પોષડોડાનો જથ્થો ઝડપી પાડ્યો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-17 10:58:20
  • Views : 306
  • Modified Date : 2022-05-17 10:58:20


પાલનપુર-ડીસા હાઈવે પરથી SOG પોલીસે પોષ ડોડાનો અધધ રૂ.90 લાખની કિંમતનો 3,000 કિલો જથ્થો ઝડપી પાડ્યો

 

એસઓજી પોલીસે રૂ.90 લાખની કિંમતનો 3000 કિલો પોષડોડાનો જથ્થો ઝડપી પાડ્યો.

 

પાલનપુર એસ.ઓ.જી.પોલીસે ઝારખંડથી રાજસ્થાન પોષડોડાનો જથ્થો ભરીને જઈ રહેલી ટ્રકને બાતમીના આધારે ઝડપી લીધી છે. પોલીસે અંદાજે 90 લાખ રૂપિયાની કિંમતના પોષડૉડાના જથ્થા સાથે ચાલકને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.

 

ઝારખંડથી પોષડોડા લઈને એક ટ્રક વાયા ગુજરાત થઈ રાજસ્થાન તરફ જઈ રહી હોવાની બાતમી પાલનપુર એસ.ઓ.જી. પોલીસને મળી હતી. જે બાતમીના આધારે પોલીસે પાલનપુર- ડીસા હાઇવે પરથી પોષડોડા ભરીને જઈ રહેલી ટ્રક ઝડપી લીધી હતી. જેની તલાશી લેતા ટ્રકમાંથી પૌઆના કટટા નીચે સંતાડેલો પોષડોડાનો જથ્થો મોટી સંખ્યામાં મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે અંદાજે રૂ.90 લાખની કિંમતના 3,000 કિલો પોષડોડાના જથ્થા સાથે ટ્રક ચાલકને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News