અમદાવાદથી SOGએ 18 બાંગ્લાદેશીઓની કરી ધરપકડ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-06-02 18:05:29
  • Views : 117
  • Modified Date : 2023-06-02 18:05:29

અમદાવાદમાં ગેરકાયદે ઘૂસણખોરી કરનાર 18 બાંગ્લાદેશી શખ્સોને SOGની ટીમે ઝડપી પાડ્યાં છે.બાતમીને આધારે SOGની ટીમે તપાસ હાથ ધરી હતી.અમદાવાદમાં ગેરકાયદે બાંગ્લાદેશી લોકોની ઘૂસણખોરીનો પર્દાફાશ થયો છે. અમદાવાદમાં ગેરકાયદે ઘૂસણખોરી કરનાર 18 બાંગ્લાદેશી શખ્સોને SOGની ટીમે ઝડપી પાડ્યાં છે.બાતમીને આધારે SOGની ટીમે તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન 18 શખ્સો પાસે પોલીસે આધાર પુરાવા માગ્યા હતા. જેમાં કેટલાક લોકોના વિઝા પૂરા થયા હોવા છતા પણ ગેરકાયદે રહી રહ્યા હતા.આ અગાઉ અમદાવાદના નારોલમાંથી 3 શંકાસ્પદ યુવકોની અટકાયત કરી હતી. આ ત્રણેય યુવકો બાંગ્લાદેશી હોવાનું સામે આવ્યું હતુ. આ ત્રણેય શકમંદોના પાકિસ્તાન સાથે કનેક્શનની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી હતી. ત્યારે તેમની પુછપરછમાં મોટો ખુલાસો થયો હતો.યુવાનોને કટ્ટરપંથી બનાવવામાં આવી રહ્યા હોવાનો થયો હતો ખુલાસોપૂછપરછમાં અલકાયદા ઈન્ડિયાના એક સક્રિય જૂથનો પર્દાફાશ થયો હતો. ATSએ સોજીબ નામના બાંગ્લાદેશીની ધરપકડ કરી હતી. ગુજરાતમાં યુવાનોને કટ્ટરપંથી બનાવવામાં આવી રહ્યા હોવાનો ખુલાસો થયો હતો. પાકિસ્તાન અને બાંગ્લાદેશના શખ્સો સાથે મળીને આ ષડયંત્ર રચવામાં આવતુ હોવાનું ખુલ્યુ હતુ. વિદેશથી ભંડોળ મેળવીને આ પ્રકારની કામગીરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યુ હતુ. સાબરકાંઠાના હિંમતનગરમાં ગેરકાયદે બાંગ્લાદેશી લોકોની ઘૂસણખોરીનો પર્દાફાશ થયો હતો. હિંમતનગરમાં ગેરકાયદે ઘૂસણખોરી કરનાર આઠ બાંગ્લાદેશી શખ્સોને SOGની ટીમે ઝડપી પાડ્યાં હતા. બાતમીને આધારે SOGની ટીમે પૂજા ફેશન ફેક્ટરીમાં તપાસ કરી હતી. તપાસ દરમિયાન આઠ શખ્સો પાસે પોલીસે આધાર પુરાવા માગ્યા હતા.પરંતુ એક પણ વ્યક્તિ પાસે કોઇ પણ પુરાવો મળ્યો નો હતો. જેથી પોલીસે આઠ બાંગ્લાદેશી લોકોને ઝડપી પાડ્યાં હતા. ઝડપાયેલા તમામ બાંગ્લાદેશી શખ્સોને બાંગ્લાદેશ પરત મોકલવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સાથે સાથે પોલીસે ફેક્ટરીના વહીવટદાર સામે પણ જાહેરનામા ભંગ બદલ કાર્યવાહી કરી છે.

Download Our B K News Today App



Related News