એકમ કસોટીનો જશ લેવા શિક્ષક સંઘ અને શૈક્ષિક મહાસંઘનું સોશિયલ મીડિયામાં વોર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-23 11:31:39
  • Views : 389
  • Modified Date : 2021-04-23 11:31:39

શિક્ષણ વિભાગ દ્વારા એકમ કસોટી કોરોનાને કારણે રદ કરવામાં આવી છે. પરિસ્થિતિ જ એવી હતી કે, વિભાગ પાસે બીજાે કોઇ વિકલ્પ ન હતો. શિક્ષક સંઘ અને શૈક્ષિક મહાસંઘ દ્વારા રજૂઆતો કરાઇ હતી. આખરે વિભાગે એકમ કસોટી રદ કરવાનો ર્નિણય કર્યો છે. પરંતુ હવે વાલીઓમાં સારી છબી ઉભી કરવા માટે બંને સંઘ દ્વારા અમે કર્યું એટલે થયું તેવું સોશિયલ મીડીયામાં બતાવામાં આવી રહ્યુ છે. ત્યારે બંને સંઘ વચ્ચેનું વોર જાેવા મળી રહ્યું છે.
રાજ્યમાં કોરોના વાઇરસનો બીજાે કહેર તબાહી મચાવી રહ્યો છે. તેને લઇને સરકારી કચેરીઓમાં ૫૦ ટકા હાજરી કરી દેવાઇ છે. મોટા કાર્યક્રમ રદ કરાયા છે, જ્યારે સરકારી
પરીક્ષાઓ નહિ લેવાનો હાલ
પુરતો ર્નિણય કરાયો છે. ત્યારે કોરોનાના કહેર વચ્ચે શિક્ષણ વિભાગ ધોરણ ૩થી ૮ના વિદ્યાર્થીઓની એકમ કસોટી લેવાનો વિચાર કરી રહી છે. ત્યારે વાલીઓ દ્વારા પરીક્ષા નહિ લેવા સ્ટેટમેન્ટ આપવામાં આવતા હતા. અલગ અલગ વાલી મંડળો દ્વારા પણ એકમ કસોટી નહિ લેવા રજૂઆતો કરાઇ હતી.
તે ઉપરાંત ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા પણ રજૂઆત કરાઇ હતી. પરંતુ બંને સંઘ દ્વારા સોશિયલ મીડિયામાં વાહવાહી અને જશ મેળવવાના પ્રયાસ કરાયા છે. શૈક્ષિક મહાસંઘે લખ્યુ છેકે, એકમ કસોટી બાબતે સંગઠનની સફળ રજૂઆત. સચોટ રજૂઆત, નક્કર પરિણામ, જ્યારે શિક્ષક સંઘે લખ્યું છેકે, એકમ કસોટી રદ કરવા બાબત અસરકારક રજૂઆત, પરફેક્ટ રીજલ્ટ. બંને સંઘ પોતાની છાપ સુધારવા પ્રયાસો કરી રહ્યું છે. હાલમાં પ્રાથમિક શિક્ષક સંઘની નાવડી ડૂબી રહી હોય તેવુ જાેવા મળી રહ્યુ છે. મોટાભાગના શિક્ષકો શૈક્ષિક સંઘમાં જાેડાઇ રહ્યા છે.
પરિણામે શિક્ષક સંઘનુ જૂથ ઓછુ થઇ રહ્યું છે. અગાઉ હડતાલ સમયે શિક્ષકો સાથે કરવામાં આવેલો દ્રોહ તેનું કારણ હોવાનું ચર્ચાઇ રહ્યું છે. ત્યારે સોશિયલ મીડિયાના માધ્યમ થકી ફરીથી ઉજળા થવાનો પ્રયાસ કરાઇ રહ્યો હોય તેવું સામે આવી રહ્યું છે. આ વોર ક્યા સુધી ચાલે છે તેતો સમય બતાવશે, પરંતુ વોર ચાલુ થઇ ગયું છે તેમા બે મત નથી.

Download Our B K News Today App



Related News