ગાંધીનગરમાં સ્માર્ટ કાર્ડ કઢાવવા લોકો સોશિયલ ડિસ્ટન્સ ભૂલ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-02 11:16:18
  • Views : 287
  • Modified Date : 2020-12-02 11:16:18

કોરોના વાયરસના વધતા જતા કેસથી પહેલેથી જ લોકો ટેન્શનમાં છે. ત્યારે હવે લોકો જાગૃત થાય તેની તાતી આવશક્તા છે. તંત્ર દ્વારા કોરોના સામે સાવચેતી રાખવાની વારંવાર જાહેરાત કરવામાં આવે છે. પરંતુ તેના સામે હજી પણ લોકો ગંભીરતા દાખવતા નથી. જેના કારણે ક્યાંકયને ક્યાંક કેસો ઘટવાનું નામ નથી લઈ રહ્યા. આ તસવીર ગાંધીનગરમાં આવેલા કોર્પોરેશન બિલ્ડીંગ છે. જેમાં સ્માર્ટ કાર્ડ કઢાવવા માટે લાઈનો લાગી હતી. જેમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો.
ગાંધીનગર સહિત સમગ્ર ગુજરાતમાં હાલ મતદાર યાદી સુધારવાની કામગીરી ચાલુ છે. જ્યારે ગાંધીનગરમાં પણ મતદાર યાદી સુધારવામાં આવી રહી છે જે સહિત સ્માર્ટ કાર્ડ બનાવવા માટે લોકોની લાઈનો લાગી હતી. જેમાં  કોરોનાના કાળમાં લોકોને જાગૃત થવાની જરૂર છે તેની જગ્યાએ લોકો વારંવાર ભીડ એકઠી કરીને કોરોનાને આમંત્રણ આપતા હોય તેવું લાગી રહ્યું છે મહત્વની વસ્તુ એ છે કે સ્માર્ટ કાર્ડની પ્રક્રિયા જ્યાં ચાલી રહી હતી. અને ત્યાંના અધિકારી કે કર્મચારીઓએ સોશિયલ ડિસ્ટન્સ વગરની લાઈનમાં ઉભા રહેલા લોકોને ટોકવાની પણ ફરજ પાડી ન હતી. જો આવી રીતે જ કર્મચારીઓ અને જનતા નિયમોનું પાલન નહીં કરે તો કોરોનાની રફતાર ઉપર બ્રેક મારવી અશક્ય બની ઉઠશે.

Download Our B K News Today App



Related News