બનાસડેરીની ચૂંટણીને લઈ સોશ્યલ વોર શરૂ થઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-13 11:35:37
  • Views : 1556
  • Modified Date : 2020-09-13 11:35:37

બનાસકાંઠા જિલ્લામાં સહકારી ક્ષેત્રે રાજકારણ ગરમા-ગરમ બની રહ્યું છે. એક તરફ ડીસા માર્કેટયાર્ડના ચેરમેન પદની ચૂંટણી અનિવાર્ય સંજાેગોના કારણે મુલતવી રાખવામાં આવી છે.  ત્યાંજ માર્કેટયાર્ડના ચેરમેને હાઈકોર્ટમાં કરેલી પિટિશનમાં અકાળે કરાયેલી અરજીનો નિકાલ કરી સહકાર વિભાગના રપ ઓગસ્ટના જાહેરનામાનું પાલન કરવાની અપેક્ષા રાખવામાં આવી છે. આ બધા વચ્ચે બંન્ને તરફે સોશ્યલ મીડિયા વોર શરૂ થઈ ગઈ છે. અને સોશિયલ મીડિયામાં કરાતી પોસ્ટને ળઈને બન્ને સરકારી આગેવાનોના સમર્થકો પણ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર સમર્થન અને ટીકાઓની ઝડી વરસાવી રહ્યા છે.
બનાસડેરીની ચૂંટણી
માટેના ઠરાવો અને તે અંગેના વાંધા સાંભળવાની પ્રક્રિયા ચાલુ ગઈ છે. તેવામાં જ ડીસા માર્કેટયાર્ડના ચેરમેન પદની ચૂંટણી આવી હતી. જેના આગળના દિવસે નિયામક દ્વારા અનિવાર્ય સંજાેગોના કારણે આ ચૂંટણી મુલતવી રાખવાની સૂચના આવી ગઈ હતી. જેના પગલે ડીસા માર્કેટયાર્ડના ચેરમેન માવજીભાઈ દેસાઈએ શંકરભાઈ ચૌધરી સામે અનેક આક્ષેપો કર્યા હતા. અને આ આક્ષેપોના પગલે સોશ્યલ મીડિયામાં પસ્તાળ પડી હતી. આ બંન્ને આગેવાનોના સમર્થકો પણ રીતસર બે ભાગમાં વહેંચાઈ ગયા હતા. એ જાેતા એવું લાગી રહ્યું છે કે, બનાસડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી અને ડીસા માર્કેટયાર્ડના ચેરમેન જે ડેરીના વાઈસ ચેરમેન પણ છે. તે
બંન્નેની વચ્ચે તિરાડ વધી ગઈ છે. જેને લઈને બંન્ને તરફે સોશ્યલ મીડિયામાં વિડીયો અને પોસ્ટ વાયરલ થવા માંડી છે અને રીતસરની સોશ્યલ વોર શરૂ થઈ ગઈ છે.

શંકરભાઈ ચૌધરીનો વિડીયો વાયરલ
સોશ્યલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે જેમાં શંકરભાઈ કહે છે કે “કોઈ અસત્યના આધાર ઉપર અસત્યના શસ્ત્રથી મને દબાવી દેવાનો પ્રયત્ન કરશે, તો એ માટીનો માણસ નથી. મને સંસ્કારોમાં પંડિત દિનદયાળજીના સંસ્કાર મળેલા છે. પૂ.રવિશંકર મહારાજે ગળથૂથી પાઈ છે. એટલે હું ઝઝુમીશ, હું લડીશ, સત્યને ઉજાગર કરીશ, મને વિશ્વાસ છે સત્યનો વિજય થશે”. આ વિડીયો અત્યારે સોશ્યલ મીડિયામાં ખૂબ જ ચર્ચામાં છે.

મોડી સાંંજે માવજીભાઈનો વિડીયો વાયરલ થયો
બનાસડેરીની ચૂંટણીને લઈને હવે વિડીયો વાયરલ કરવાની અને તેમાં જે કહેવું હોય કરી સંદેશો પહોંચાડનારું મજબૂત માધ્યમ
બનાવાઈ રહ્યું છે. શંકરભાઈ ચૌધરીના વિડીયો બાદ મોડી સાંજે માવજીભાઈ દેસાઈએ વિડીયો વાયરલ કર્યો હતો. જેમાં તેમણે જણાવ્યું છે કે, “બનાસડેરીની ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ છે પરંતુ સંચાલક મંડળની મુદ્દત ર૭  ડિસેમ્બર ર૦ર૦ ના રોજ પૂર્ણ થાય છે. પરંતુ ત્રણ માસ પહેલાં પ્રક્રિયા શરૂ કરી દીધી છે. સરકારે પણ કોવિડના કારણે રપ
ઓગસ્ટનો પરિપત્ર કર્યો છે. જેમાં ચૂંટણીમાં કોઈ ઉતાવળની જરૂર નથી. જેથી ૩૧ ડિસેમ્બર સુધી ચાલી શકે છે. છતાં ઉતાવળે ચૂંટણી કરાતી હોઈ કોર્ટમાં પિટિશન કરીને આ પરિપત્રનું પાલન થાય તેવી દાદ માંગી હતી. જેમાં કોર્ટે પણ સરકારના પરિપત્રનું પાલન કરતો આદેશ કર્યો છે”.

રપ ઓગસ્ટના જાહેરનામાના અમલની અપેક્ષા રખાઈ
બનાસડેરીની ચૂંટણીને લઈને માવજીભાઈ દેસાઈએ હાઈકોર્ટમાં સ્પે.એપ્લિકેશન દાખલ કરી હતી. જેમાં સહકાર વિભાગના રપ ઓગસ્ટ ર૦ ના જાહેરનામા  પ્રમાણે ચૂંટણી યોજવા દાદ માંગી હતી. જાેકે કોર્ટે આ અરજી કસમયની છે. તેમ જણાવીને સહકાર વિભાગ પાસે રપ ઓગસ્ટની સૂચનાનું પાલન કરવાની અપેક્ષા રાખી અરજીનો નિકાલ કર્યો હતો.
(કોર્ટના જજમેન્ટની કોપી ઉપરથી આ બાબત સમજાય છે.
તેમાં કોઈ ક્ષતિ હોય તો ધ્યાન દોરી શકાય)

બનાસડેરીની ચૂંટણી સમયસર યોજાશે ઃ બનાસડેરી
બનાસડેરી સમયસર યોજાશે તેમ ડેરીના સૂત્રોએ જણાવ્યું છે. તેમાં જણાવ્યા મુજબ માવજીભાઈ દેસાઈએ ગુજરાત હાઈકોર્ટમાં ૪ સપ્ટેમ્બરના રોજ રાજ્ય સરકારને પ્રતિવાદી બનાવી ચૂંટણી બંધ રાખવા દાદ માંગેલી. જે અરજ ચાલી જતા હાઈકોર્ટે ૧૧ સપ્ટેમ્બર ર૦ર૦ ના અરજી કાઢી નાંખી હતી. અને ડેરીની ચૂંટણી બંધ રાખવા કોઈ હુકમ કરેલ નથી. જેથી ચૂંટણી સમયસર જ યોજાશે.

Download Our B K News Today App



Related News