કોરોના મહામારીમાં સોશિયલ ડિસ્ટન્સ પક્ષીઓ સમજ્યા...પણ.. માનવીઓ ના.......

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-25 11:57:57
  • Views : 427
  • Modified Date : 2020-07-25 11:57:57


દેશમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં હવે જેટ ગતિએ વધારો થઈ રહ્યો છે. જેનો આંક ૧૨ લાખ ૮૫ હજારથી ઉપર પહોંચ્યો છે. અને ૩૦ હજારથી વધુ લોકોના મોત થઇ ચુક્યા છે. ત્યારે સરકાર ગાઈ વગાડીને કહી રહી છે કે, હેં... માનવીઓ સમજો.... સોશિયલ ડિસ્ટન્સ જાળવો.. મોંઢા ઉપર માસ્ક બાંધો.. પણ હજુ ઘણા એવા લોકો છે જે માસ્ક બાંધવામાં બેદરકાર રહ્યા છે. અને ભીડભાડવાળી જગ્યાઓમાં આજે પણ બે ગજનું અંતર જાળવતાં નથી... અને જાણે અજાણે કોરોના સંક્રમિત બની જાય છે. પછી શરૂ થઈ જાય છે સંક્રમિત વ્યક્તિની પરિવારને ચિંતા.. માટે જ સોશ્યલ ડિસ્ટન્સ જાળવવાથી સુરક્ષિત રહેવામાં મહદઅંશે મદદ મળી શકે છે. પાલનપુરની એક હોટલની છત ઉપર બેઠેલા પક્ષીઓ પણ ડિસ્ટન્સ જાળવીને જાણે આ ગાઇડલાઇનને અનુસરી રહ્યા હોય તેવું દ્રશ્ય કેમેરામાં કેદ થયું છે. આ તસવીર સોશિયલ મીડિયામાં ફરી રહી છે. ત્યારે આ
પક્ષીઓ પાસેથી માનવીઓએ શીખ લેવાની જરૂર નથી લાગતી ?

Download Our B K News Today App



Related News