આરટીઓ કચેરીમાં સોશિયલ ડીસ્ટન્સના ધજાગરા ઉડ્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-21 12:05:58
  • Views : 259
  • Modified Date : 2021-04-21 12:05:58

એક તરફ કોરોના વકરી રહ્યો છે, પ્રબુદ્ધ નાગરિકો અને બુદ્ધિજીવી લોકો લોકડાઉન લગાવવાનો વિચાર આપી રહ્યા છે. બીજી તરફ સરકારી કચેરીમાં સામાજિક અંતરના ધજાગરા ઉડી રહ્યા છે. શહેરના છેવાડે આવેલી આરટીઓ કચેરીમાં લાયસન્સ સહિતની કામગીરી માટે આવતા અરજદારોથી કચેરી ઉભરાઇ રહી છે. તેની સાથે જ અરજદારો દ્વારા બેજવાબદારી ભર્યું કામ કરવામાં આવી રહ્યું છે. અધિકારીઓ એસી ઓફિસમાં બેસી પોતાનુ અંતર જાળવી રહ્યા છે. પરંતુ કચેરી બહાર સરેઆમ ઉલ્લંઘન થઇ રહ્યું છે.
શહેરમા છેાડે આવેલી આરટીઓ કચેરીમાં સામાજિક અંતરના નામે નર્યુ ધુપ્પ્લ ચાલી રહ્યંુ છે. અધિકારીઓ એસી ચેમ્બરમાં બેસીને આદેશ કરી રહ્યા છે. જ્યારે બહાર સોશિયલ ડીસ્ટન્સના ધજાગરા ઉડી રહ્યા છે. એક તરફ ઉનાળો આકરો બની રહ્યો છે, બીજી તરફ કોરોના કોહરામ મચાવી રહ્યો છે. ત્યારે સરકારી કચેરીમાં જ તેનું ઉલ્લંઘન થઇ રહ્યું છે. મંગળવારે બપોરના સમયે લાયસન્સ, નંબર પ્લેટ સહિતની કામગીરી માટે આવેલા અરજદારોથી કચેરીનું કંપાઉન્ડ ઉભરાઇ ગયું હતું.
કોઇ જ પ્રકારની સુવિધા જાેવા મળતી ન હતી. સરકારી અને ખાનગી હોસ્પિટલમાં બેડ મળતા નથી. છતા લોકો ગંભીર બનતા નથી. આ દ્રશ્યો જાેઇને કોઇ અધિકારી દ્વારા પણ સોશિયલ ડીસ્ટન્સનું પાલન કરાવામાં આવતું ન હતું. માત્ર મલાઇ ખાવા આવતા હોય તેવું ફલિત થઇ રહ્યું હતું. એક અરજદારે કહ્યું કે, કચેરીમાં આવા કપરા સમયમાં પણ કોઇ સુવિધા ઉભી કરાઇ નથી, માત્ર
અરજદારને દુવિધામાં જ નાંખવામાં આવી રહ્યા છે. જાે આજ રીતે અહિયા કામગીરી થતી રહેશે તો સમગ્ર કચેરી અને ત્યાં આવતા અરજદારો સંક્રમિત થશે તેમાં બે મત નથી.

Download Our B K News Today App



Related News