સિવિલમાં કોરોના રસીકરણમાં સોશિયલ ડીસ્ટંન્સનો ભંગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-04 11:33:11
  • Views : 225
  • Modified Date : 2021-02-04 11:33:11

રાજ્યમા કોરોનાનુ રસીકરણ ચાલી રહ્યું છે. ત્યારે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં પોલીસ અને હોમગાર્ડને રસી આપવામાં આવી રહી છે. પરંતુ ક્યાંક રસીકરણમાં સોશિયલ ડીસ્ટન્સના ધજાગરા ઉડતા હોય તેવુ જાેવા મળી રહ્યું છે. હાલમાં રાજ્યમાં કેસ ઓછા આવી રહ્યા છે. પરંતુ સામાજિક અંતર, અને માસ્ક પહેરવુ એટલુ જ જરૂરી છે.
કોરોના વાયરસના કારણે સરકારે લોકડાઉન આપ્યા બાદ નાગરિકો વાયરસના નામથી  ધ્રુજી ઉઠતા હતા. પરંતુ સમય વિતતા હવે તેનો ડર ઓછો થઇ રહ્યો છે.
નાગરિકો થોડા બેજવાબદાર બની રહ્યા છે. હાલમા બીજા તબક્કામાં કોરોના રસીકરણ ચાલી રહ્યુ છે. ત્યારે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં બેજવાબદાર ભર્યા દ્રશ્યો જાેવા મળી રહ્યા છે. કોરોના રસી લેવા આવતા કર્મચારીઓ સામાજિક અંતર જાળવવામાં બેદરકાર જાેવા મળી રહ્યા છે. તેને લઇને સિવિલમાં સારવાર લેવા આવતા અન્ય દર્દીઓમાં ડર જાેવા મળી રહ્યો છે.

Download Our B K News Today App



Related News